જો કોઈ યુવક કોઈ યુવતીને ઘરેથી ભગાડીને લગ્ન કરે તો યુવકે તે યુવતીના નામે બેન્કમાં 50 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધી જમા કરાવવા પડશે. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આવો દિશા નિર્દેશ જાહેર કર્યો છે. ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે પોલીસ સુરક્ષા માંગનાર જોડીને હાઈકોર્ટે કહ્યું હતું કે યુવક પહેલા યુવતીના બેન્ક ખાતામાં એક નિર્ધારિત રકમ જમા કરાવે. આ રકમ 50 હજારથી
લઈને 3 લાખ રૂપિયા સુધીની હોઈ શકે છે.
હાઇકોર્ટનો આ દિશા નિર્દેશ એવી જોડીઓના સંદર્ભમાં આવ્યો છે જે ઘરેથી ભાગીને લગ્ન કરવા માટે પોલીસ સુરક્ષાની માંગણી કરે છે. ન્યાયધીશ પીબી બજંથરીએ 27 જુલાઈ 2018થી અત્યાર સુધી ચાર એવા દિેશા નિર્દેશ જારી કર્યા છે જેમાં યુવકને યુવતીના બેન્ક ખાતામાં રકમ જમા કરાવવા માટે કહ્યું છે.
પંજાબ અને હરિયાણામાં દરરોજ એવરેજ 20થી 30 જોડીઓ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને લગ્ન કરે છે. જેમાં ઘણી જોડીઓ પોલીસની સુરક્ષા મેળવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવે છે આવા મામલોમાં જોડીઓને પરિવાર તરફથી જીવનું જોખમ હોવાનો દાવો કરીને પોલીસની માંગણી કરે છે.
પહેલા હાઇકોર્ટ સુરક્ષાની દાવાની તપાસ કરી કોઈ નિર્ણય સંભળાવતા હતા. છેલ્લા કેટલાક સમયથી હાઇકોર્ટે દિશા નિર્દેશ આપીને યુવતીના નામે 50 હજારથી લઈને 3 લાખ રૂપિયા સુધીની રકમ જમા કરાવવાનો નિર્ણય કર્યો છે. આ રકમ એક મહિનાની અંદર ત્રણ વર્ષના સમયગાળા માટે જમા કરાવવી પડશે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર