'અમુક કલરના જ ઇનયવિયર પહેરો': ગર્લ્સ સ્ટુડન્ટ્સને પુનાની એક સ્કૂલનું ફરમાન

News18 Gujarati
Updated: July 5, 2018, 8:54 AM IST
'અમુક કલરના જ ઇનયવિયર પહેરો': ગર્લ્સ સ્ટુડન્ટ્સને પુનાની એક સ્કૂલનું ફરમાન
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
પુનાની એક ટોપ સ્કૂલે ગર્લ્સ સ્ટુડન્ટ્સના ઇનયવિયરના કલરને લઈને કરેલા ફરમાનને કારણે સ્ટુડન્ટ્સે અને તેમના વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. MAEER MITની વિશ્વશાંતિ ગુરુકુળે તાજેતરમાં એક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકામાં સ્કૂલમાં અભ્યાસ કરતી ગર્લ્સ સ્ટુડન્ટ્સે કેવા કલરના ઇનરવિયર પહેરા અને કેવા ન પહેરવા તેની સૂચના આપવામાં આવી છે.

સ્કૂલે ફરમાન કર્યું છે કે નવા શૈક્ષણિક સત્રથી સ્કૂલની સ્ટુડન્ટ્સે ફક્ત સફેદ અને સ્કિન કલરના જ ઇનરવિયર પહેરવા. સ્ટુડન્ટ્સના વાલીઓએ એવી ફરિયાદ કરી છે કે સ્કૂલના મેનેજમેન્ટ તરફથી તેમનો વિરોધ છતાં આ નિયમ પર તેમને સહી કરવાની ફરજ પાડવામાં આવી છે. સાથે જો આવું કરવામાં નહીં આવે તે કડક પગલાં લેવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

સ્કૂલના આવા ફરમાન સામે અસંખ્ય વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જોકે, સ્કૂલે તેમની ફરિયાદોને અવગણી હતી. પોતાના બચાવામાં સ્કૂલે દાવો કર્યો હતો કે સ્કૂલમાં અભ્યાસ માટે આવતી ગર્લ્સ સ્ટુડન્ટ્સની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવો નિયમ લાવવામાં આવ્યો છે.

સ્કૂલના આવા ફરમાન બાદ ગુસ્સે ભરાયેલા વાલીઓ સ્કૂલ બહાર એકઠા થયા હતા અને પોતાની વિરોધ નોંધાવ્યો હતો.

એવો પણ રિપોર્ટ સામે આવ્યો છે કે સ્કૂલ તરફથી ગર્લ્સ સ્ટુડન્ટ્સને ક્લાસ પ્રમાણે વોશરૂમ કે પાણી પીવા માટે જવા દેવાનો સમય ફાળવી દેવામાં આવ્યો છે. આ સમય દરમિયાન જ જે તે ક્લાસની સ્ટુડન્ટ્સ વોશરૂમ કે પાણી પીવા માટે જઈ શકશે.

સ્કૂલના ફરમાન સામે હવે રોષે ભરાયેલા વાલીઓએ પ્રાથમિક શિક્ષણ વિભાગના ડિરેક્ટરની મુલાકાત લઈને ફરિયાદ કરી છે.
First published: July 5, 2018, 8:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading