પૂણે : મહારાષ્ટ્રનાં પૂણે શહેરમાં એક કામવાળી બાઇ (Maid Servant) ઇન્ટરનેટ (Internet) પર છવાઇ (Sensation) ગઇ છે. આ પાછળનું કારણ પણ ઘણું ખાસ છે. ખરેખરમાં આ કામવાળી બાઇની પાસે તેનું પોતાનું વિઝિટિંગ કાર્ડ (Visiting Card) છે. આ કાર્ડ જ ચર્ચાનો વિષય બની ગયો છે. તેને લોકો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર શેર કરી રહ્યાં છે. કેટલાંક યૂઝર્સે તેનાં વિઝિટિંગ કાર્ડ ઓફ ધ યર કહ્યું છે. કાર્ડનાં વાયરલ થયા બાદ બાઇને આખા દેશમાંથી કામની ઑફર માટે ફોન આવી રહ્યાં છે.
આ પણ વાંચો- કાનમાં થયો ભયંકર દુખાવો, ચેકઅપ બાદ ડૉક્ટરે કાઢ્યા 11 વંદા
પૂણેનાં બાઘવાન વિસ્તારમાં રહેનારી ગીતા કાલે ઘરકામ કરતી હતી. તેનાં વિઝિટિંગ કાર્ડ પર લખ્યુ છે કે, 'ઘર કામ મૌસી ઇન બાઘવાન, આધાર કાર્ડ પ્રમાણિત.' તેની સાથે જ તે કયા કામનાં કેટલાં રૂપિયા લે છે તે પણ લખ્યું છે. કાર્ડ પર તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગીતા કાલેનું વિઝિટિંગ કાર્ડ ભલે રાતો રાત દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પણ તેની પાછળની કાહની નોકરી ગયા બાદ શરૂ થાય છે.
કામ ગયા બાદ ઉદાસ હતી ગીતા
પૂણે મિરરનાં સમાચાર મુજબ, ગીતા ડોમેસ્ટિક હેલ્પનું કામ કરી તેનાં પરિવારનું ગુજરાન ચલાવે છે. એ દિવસ તે ધનશ્રી શિંદેને ત્યાં રોજની જેમ કામ કરવાં પહોંચી. તેને ઉદાસ અને તાણમાં જોઇને ધનશ્રીએ તેને આ અંગે પુછ્યું તો ગીતા કાલેએ જણાવ્યું કે, મારી કોઇ ભૂલ વગર મને એક જગ્યાએ કામથી કાઢી નાંખવામાં આવી છે.
ધનશ્રી ડિજિટલ માર્કેટિંગ ફિલ્ડમાં છે. તેણે ગીતાની મદદ કરવા વિચાર્યું અને તેણે ગીતા માટે વિઝિટિંગ કાર્ડ બનાવવાનો વિચાર આવ્યો. તેણે આ કામ શરૂ કર્યું. અને બે દિવસમાં કાર્ડ બનીને આવી ગયા. ધનશ્રીએ ગીતાએ આ કાર્ડને સોસાયટીનાં ગાર્ડને વહેંચવા કહ્યું. બસ ત્યારે જ આ કાર્ડ વૉટ્સએપ ગ્રુપમાં શેર થવા લાગ્યું. જોત જોતામાં આ કાર્ડ ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયુ છે. કામ આપવા માટે એટલાં કૉલ્સ આવી રહ્યાં છે કે ગીતાએ કંટાળીને હવે તેનો મોબાઇલ ફોન બંધ કરી દીધો છે.
આ પણ વાંચો- સોનાથી બની છે આ ટૉયલેટ સીટ, 40,815 હીરા જડેલા છે! Published by:News18 Gujarati
First published:November 08, 2019, 14:22 pm