Home /News /india /

પુલવામાં પછી ફરી એક મોટા હુમલાની ફિરાકમાં જૈશ!

પુલવામાં પછી ફરી એક મોટા હુમલાની ફિરાકમાં જૈશ!

પુલવામાં પછી ફરી એક મોટા હુમલાની ફિરાકમાં જૈશ!

પુલવામામાં આતંકવાદી હુમલાને લઈને ન્યૂઝ 18ને એક મહત્વની જાણકારી મળી છે

    પુલવામામાં આતંકવાદી હુમલાને લઈને ન્યૂઝ 18ને એક મહત્વની જાણકારી મળી છે. પુલવામાં હુમલા પછી જૈશ-એ-મોહમ્મદ સુરક્ષા દળો પર વધુ એક હુમલાની ફિરાકમાં છે. જલ્દી જૈશ પુલવામાં ઉપયોગ થયેલ બોમ્બનો વીડિયો જાહેર કરશે.

    સુરક્ષા દળોને જૈશના હુમલાથી નિપટવા માટે સતર્ક કરાયા છે. હુમલા પછી જૈશના આતંકીઓ દ્વારા કરવામાં આવેલી વાતચીતની જાણકારી સુરક્ષા દળો પાસે છે. આ સાથે પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા હુમલાને લઈને ભારતીય સેનાએ સ્પષ્ટ કર્યું છે કે જૈશ-એ-મોહમ્મદના આ આતંકી હુમલામાં પાકિસ્તાની જાસુસી એજન્સી આઈએસઆઈનો સીધી રીતે હાથ છે.

    આ પણ વાંચો - પુલવામાં હુમલા પર ઝરદારીએ ઇમરાન ખાનને ઘેર્યો, પુછ્યું - દુનિયામાં તમારો મિત્ર કોણ છે?

    સેનાએ કહ્યું હતું કે જૈશે પાકિસ્તાન અને આઈએસઆઈની મદદથી પુલવામામાં હુમલો કર્યો હતો. સેનાએ આ હુમલાના માસ્ટરમાઇન્ડ અને જૈશના કમાન્ડર કામરાન ઉર્ફે ગાજીના મોતની પૃષ્ટી કરી છે.

    ભારતીય સેનાના ચિનાર કોર્પ્સના જીઓસી લેફ્ટિનેન્ટ કર્નલ કેજેએસ ઢિલ્લને કહ્યું હતું કે આ હુમલામાં આઈએસઆઈનો હાથ હોવાની આશંકાથી ઇન્કાર કરતા નથી. જૈશ-એ-મોહમ્મદ પાકિસ્તાન આર્મીનો બાળક છે. આ હુમલામાં પાકિસ્તાની સેના 10 ઇનવોલ્વમેન્ટ છે. જેમાં તમને અને અમને કોઈ શંકા નથી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Fidayeen attacks, Fidayeen attacks in india, Pulwama, Pulwama terror attack, આતંકી હુમલો, ભારત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन