અર્ધ સૈન્ય દળને હવાઇ માર્ગથી આવન-જાવનને મળી મંજૂરી, શહીદનાં બાળકોને બોર્ડ પરીક્ષામાં રાહત

News18 Gujarati
Updated: February 21, 2019, 3:30 PM IST
અર્ધ સૈન્ય દળને હવાઇ માર્ગથી આવન-જાવનને મળી મંજૂરી, શહીદનાં બાળકોને બોર્ડ પરીક્ષામાં રાહત
આતંકવાદીઓ અને નક્સલીયોથી લડી રહેલાં સૈનિકો, સેના અને સુરક્ષા દળનાં બાળકોને પરિક્ષામાં વિશેષ રાહત આપવાનો નિર્ણય કર્યો છે

આતંકવાદીઓ અને નક્સલીયોથી લડી રહેલાં સૈનિકો, સેના અને સુરક્ષા દળનાં બાળકોને પરિક્ષામાં વિશેષ રાહત આપવાનો નિર્ણય કર્યો છે

  • Share this:
નવી દિલ્હી: ગૃહ મંત્રાલયે કેન્દ્રીય અર્ધ સૈન્ય દળનાં તમામ જવાનોને દિલ્હી શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મૂ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મૂની વચ્ચે આવન જાવન માટે સરકારી ખર્ચે હવાઇ માર્ગની મંજૂરી મળી ગઇ છે. જેમાં ડ્યૂટી અને રજાઓ પર જવાની પણ શામેલ છે. આ નિર્ણય પુલવામામાં CRPF કાફલા પર થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો છે. ગૃહમંત્રાલયે કેન્‌દરીય અર્ધ સૈન્ય દળ (CRPF)નાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI રેન્કનાં 78,000 જવાનોને ફાયદો થશે. તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ (CBSE)એ સીમા પર આતંકવાદીઓ અને નક્સલીયોથી લડી રહેલાં સૈનિકો, સેના અને સુરક્ષા દળનાં બાળકોને પરિક્ષામાં વિશેષ રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

10 એપ્રિલે આપી શકે છે પ્રેક્ટિકલ એક્સાઝમ
આ વચ્ચે CBSEએ કહ્યું કે, 10મા અને 12માની પરિક્ષા આપી રહેલાં સુરક્ષા દળનાં બાળકો ઇચ્છે તો પોતાના શહેરમાં પરીક્ષા આપી શકે છે કે પરીક્ષાનું શહેર પણ બદલી શકે છે. સાથે જ જો કોઇ કારણસર તે પરીક્ષા કે પ્રેક્ટિકલ નથી આપી શકતા તો તે વિદ્યાર્થીઓ 10 એપ્રિલનાં સ્કૂલમાં ફરીથી પ્રેક્ટિકલની પરિક્ષાનું આયોજન થશે. જો કોઇ વિદ્યાર્થી કોઇ સબ્જેક્ટ કે પેપર બાદમાં આપવા ઇચ્છે છે તો તેની પણ મંજૂરી મળશે. આ માટે વિદ્યાર્થીઓએ 28 ફેબ્રુઆરી પહેલાં સ્કૂલમાં સૂચના આપવાની રહેશે.

કશ્મીરમાં તૈનાત અર્ધ સૈન્ય દળ માટે હવાઇ સેવા ગત વર્ષે 31 જૂલાઇથી બંધ કરી હતી
કશ્મીરમાં તૈનાત અર્ધ સૈન્ય દળને આવન-જાવન માટે 1 જાન્યુઆરી 2018નાં દિલ્હી-શ્રીનગર હવાઇ સેવા શરૂ કરવામાં આવી હતી.. પણ આ સેવા 31 જૂલાઇ 2018નાં બંધ કરી દેવામાં આવી હતી. હેરાન પમાળે તેવી વાત એ છે કે 1 જાન્યુઆરીએ હવાઇ સુવિધા શરૂ કરાવવાનો આદેશ આપતી ચિઠ્ઠી 11 એપ્રિલનાં રોજ જારી કરવામાં આવી હતી. સૂત્રોની માનીયે તો, અ્ધ સૈન્યદળનાં જવાનો માટે ફરી હવાઇ સેવા શરૂ કરવાનો પ્રસ્તાવ ચાર મહિનાથી ગૃહ મંત્રાલયમાં પેન્ડિંગ હતો. તેને નાણાકીય કારણોસર મંજૂરી મળતી ન હતી. હાલમાં જમ્મૂથી શ્રીનગર જતા સમયે રોડ ઓપનિંગ અને સુરક્ષાની તૈયારીઓનો ખર્ચો પણ ઓછો નથી.

આ પણ વાંચો--પુલવામા હુમલો: પાકિસ્તાને મસૂદ અઝહરને 'સુરક્ષિત' સ્થળે ખસેડ્યો!
-RAFALE પર આવેલા ચુકાદાની થશે સમીક્ષા ? સુપ્રીમ કોર્ટે કહ્યું સુનાવણી માટે કરીશું વિચાર
-જયારે દેશ રડી રહ્યો હતો, ત્યારે પીએમ ફોટોશૂટ કરાવતા હતા

CRPFએ 4 ફેબ્રુઆરીએ હવાઇ માર્ગથી શ્રીનગર જવાની મંજૂરી માંગી હતી
4 ફેબ્રુઆરીનાં ભારે હિમવર્ષાને કારણે જમ્મૂમાં ફસાયેલાં CRPFનાં જવાનોને હવાઇ માર્ગથી શ્રીનગર પહોંચવાની મંજૂરી માંગી હતી. CRPFનાં અધિકારીઓએ આ પ્રસ્તાવ બનાવી મુખ્યાલયમાં મોકલ્યો હતો. મુખ્યાલયનો આ પ્રસ્તાવ મંત્રાલયને મોકલ્યો હતો. પણ કોઇ જવાબ ન આવવા પર CRPFનો કાફલો 14 ફેબ્રુઆરીની સવારે સાડા ત્રણ વાગ્યે જમ્મૂથી શ્રીનગર જવા રવાના થયા હતાં. બપોર બાદ 3.15 વાગ્યે આતંકવાદી હુમલો થયો હતો.
First published: February 21, 2019, 3:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading