એર સ્ટ્રાઇક: શહીદનાં પરિવારે કહ્યું કે, 'અમારા જખ્મને ભરનાર મલમ છે આ કાર્યવાહી'

શહીદનો પરિવાર

સોમવારે મોડી રાતે સીમા પાર છુપાઇને બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સામે ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરી છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: પુલવામા હુમલા પછી અધિકૃત કાશ્મીરમાં ભારતીય વાયુસેનાની કાર્યવાહીને સીઆરપીએફનાં શહીદ જવાનોનાં પરિવારવાળાએ વધાવ્યો છે. સોમવારે મોડી રાતે સીમા પાર છુપાઇને બેઠેલા જૈશ-એ-મોહમ્મદના આતંકીઓ સામે ભારતીય વાયુસેનાએ મોટી કાર્યવાહી કરી છે. ભારતીય વાયુસેન સાથે જોડાયેલા સૂત્રોએ ન્યૂઝ 18ને જણાવ્યું કે વાયુસેનાનાં વિમાનોએ કાલે મોડી રાતે નિયંત્રણ રેખાની પાર પર આતંકી કેમ્પ્સ પર આશરે 1000 કિલોગ્રામનાં બોમ્બ વરસાવ્યાં છે. તેમને સાથે જણાવ્યું કે આ હુમલામાં આશરે 200-100 આતંકીઓની મોત નીપજી છે.

  ભારતીય વાયુસેનાની આ કાર્યવાહીની શહીદોનાં પરિવારવાળાઓએ વધાવી છે. પુલવામા હુમલામાં શહીદ થયેલા તારેગનાનાં સંજય કુમાર સિન્હાનાં પરિવારજનોએ જણાવ્યું કે શહીદ દીકરાનાં શ્રાધથી પહેલા આ કાર્યવાહી થઇ છે. સેનાની કાર્યવાહીની જાણકારી અમને સવારે ટીવી પરથી મળી.

  સંજયનાં ભત્રીજાએ જણાવ્યું કે એર સ્ટ્રાઇક અમારા જખ્મોને ભરનારૂં મલમ છે. ભારતની આ કાર્યવાહીથી પીઓકેમાં એક મેસેજ આપવામાં આવ્યો છે કે તમને કોઇ ચાન્સ નહીં આપવામાં આવે. તમે જાતે જ ઠેકાણાં હટાવો નહીં તો અમે ઉડાવી દઇશું. તેમણે જણાવ્યું કે અમને વિશ્વાસ છે કે 42 જવાનોનાં બદલે મોદીજી 420 આતંકીઓનાં શબ ભારતનાં લોકોને આપશે. અમે પોતાનાં દીકરા, ભાઇની શહીદી પર ગર્વ છે પરંતુ આવી કાર્યવાહીથી જેટલા પણ જવાનો છે તેમનું મનોબળ વધશે. અમને પીએમ પાસેથી આશ્વાસન જોઈએ કે એકપણ આતંકી નહીં બચે.

  તમને જણાવીએ કે પુલવામાનાં હુમલામાં બિહારનાં મસૌઢી, તારેગનાનાં રહેવાસી સંજયને વીરગતિ પ્રાપ્ત થઇ છે.
  Published by:Kaushal Pancholi
  First published: