Home /News /india /

પુલવામાં હુમલાના શહીદોને યાદ કરીને રડી પડી News18Indiaની એન્કર

પુલવામાં હુમલાના શહીદોને યાદ કરીને રડી પડી News18Indiaની એન્કર

પુલવામાં હુમલાના શહીદોને યાદ કરીને રડી પડી News18Indiaની એન્કર

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં દુઃખનો અને ગુસ્સાનો માહોલ છે

    પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના કારણે દેશભરમાં દુઃખનો અને ગુસ્સાનો માહોલ છે. દરેક વ્યક્તિ સેન્ટ્ર્લ રિઝર્વ પોલીસ ફોર્સ(CRPF)ના શહીદ જવાનો અને તેમના પરિવારજનો માટે દુઃખી છે. પુલવામા હુમલામાં 40 જવાન શહીદ થયા છે. આ જવાનોને યાદ કરીને News18 Indiaની એન્કર પ્રીતિ રધુનંદન રિપોર્ટર રવિ સાથે વાત કરી રહી હતી તે દરમિયાન રડી પડી હતી

    એન્કર પ્રીતિ રધુનંદને રિપોર્ટર રવિ સાથે વાત કરતા કહ્યું હતું કે ઘણા બધા સવાલો પરિવારના લોકો ઉઠાવી રહ્યા છે અને આ સવાલોના જવાબો કોઈ આપી શકે તો તે ભારત સરકાર છે. ભારત સરકારે આ જવાબ એટલા માટે આપવો જોઈએ કારણ કે જ્યારે આ પરિવારનો એક વ્યક્તિ બહાર નિકળે છે અને બોર્ડર પર લડાઈ લડે છે તો તે ફક્ત એટલો લડતો નથી તેનો આખો પરિવાર હોય છે. આ પરિવાર માટે રવિ આજનો દિવસ કેટલો મુશ્કેલ હશે હું શબ્દોમાં વર્ણવી શકું તેમ નથી.

    આ પણ વાંચો - મોરબીમાં શહીદોના પરિવાર માટે મદદ, માત્ર એક કલાકમાં ભેગા કર્યા 30 લાખ રૂપિયા

    એન્કરે કહ્યું હતું કે તમારી પાછળ રહેલા ટ્રક મને યાદ અપાવી રહ્યા છે કે જ્યારે ટ્રક પસાર હતા ત્યારે તેમને હાથ બતાવતા હતા અને જવાબમાં જવાન અમારી સામે પણ હાથ હલાવતા હતા...પણ આજે આ જવાન હાથ હલાવતા જોવા મળશે નહીં....હું દિલ્હીમાં મોટી થઈ છું પણ હું બતાવી શકીશ નહીં કે જ્યારે આ કાફલો નિકળશે તો સ્થિતિ કેવી હશે હું બતાવી નહીં શકું...
    Published by:Ashish Goyal
    First published:

    Tags: પુલવામા એટેક

    આગામી સમાચાર