આ PSIને 100 સલામ! ખરેખર સ્વર્ગ તેની માતાના ચરણોમાં જ છે!

News18 Gujarati
Updated: September 24, 2018, 11:36 AM IST
આ PSIને 100 સલામ! ખરેખર સ્વર્ગ તેની માતાના ચરણોમાં જ છે!
માતાના આશીર્વાદ મેળવો રહેલો પોલીસકર્મી

"આ તસવીર દેશની સંસદ અને ભારતની શેરીઓમાં ટાંગવી જોઈએ. આ એ તસવીર છે જે દુનિયાને આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે."

  • Share this:
બેંગલુરુઃ કર્ણાટક રિઝર્વ પોલીસના એડીજીપી (એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ) ભાસ્કર રાવે પોતાના ટ્વિટર હેન્ડલ પર એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરને લોકો ખૂબ રિ-ટ્વિટ કરી રહ્યા છે. હાલ આ તસવીર ખૂબ વાયરલ પણ થઈ રહી છે. આ તસવીરમાં એક પોલીસકર્મી તેની માતાના આશીર્વાદ મેળવી રહ્યો છે.

ભાસ્કર રાવે શું પોસ્ટ કરી?

આઈપીએસ ભાસ્કર રાવે તાજેતરમાં તાલિમ પૂરી કરીને પોલીસ સબ ઇન્સ્પેક્ટર(PSI)બનેલા એક યુવકની તસવીર પોસ્ટ કરી છે. તેમણે લખ્યું છે કે આ યુવકે તાજેતરમાં પાસિંગ આઉટ પરેડ પાર કરી છે. આ પરેડમાં તેની માતા હાજર રહી શકી ન હતી. આ યુવક તેની પાસિંગ આઉટ પરેડમાંથી સીધો તેના ખેતર પહોંચ્યો હતો અને ખેતર વચ્ચે જ આ રીતે ઘૂંટણીયે પડીને તેણે માતાના આશીર્વાદ મેળવ્યા હતા. યુવકની માતાએ એકલા હાથે અથાગ પરિશ્રમ કરીને તેના દીકરાને પોલીસકર્મી બનાવ્યો છે.

સોશિયલ મીડિયા પર અભિનંદનનો વરસાદ

એડીજીપીએ આ તસવીર પોસ્ટ કર્યા બાદ અનેક લોકો આ યુવકને અભિનંદન પાઠવી રહ્યા છે. અનેક લોકોએ આ યુવકને તેમજ તેની માતાને અભિનંદન પાઠવ્યા છે. એક યુઝરે આ તસવીર અંગે લખ્યું છે કે યુવતની માતાના સખત પરિશ્રમને 100 સલામ. ખરેખર સ્વર્ગ બીજે ક્યાંક નથી પરંતુ તેની માતાના પગ તળે જ છે.

@iKaran70 નામના યુઝરે ટ્વિટર પર લખ્યું છે કે, "આ તસવીર દેશની સંસદ અને ભારતની શેરીઓમાં ટાંગવી જોઈએ. આ એ તસવીર છે જે દુનિયાને આપણી સંસ્કૃતિના દર્શન કરાવે છે."@BhimRaju નામના યુઝરે ટ્વિટર પર લખ્યું છે, "હું જ્યારે પણ આ પ્રકારની તસવીરો જોવ છું ત્યારે હું ભારતીય પરંપરા અને સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ ગર્વની લાગણી અનુભવું છું."

@DKomaali નામના યુઝરે ટ્વિટર પર લખ્યું છે કે, "આ ભારતીય સંસ્કાર છે. માતાના આશીર્વાદ આ યુવકને ખૂબ આગળ લઈ જશે. આશા રાખીએ કે આ યુવક સિસ્ટમ સામે ઝૂકશે નહીં અને તેના ચરિત્ર્ય પર ભ્રષ્ટાચારનો ધબ્બો નહીં લાગવા દે."

એડીજીપીનું ટ્વિટ

A grateful son(Police Sub-inspector) in Reverence and Gratitude to his Single Mother who could not attend his Passing out Parade....Karnataka pic.twitter.com/VRIKSekgxb

First published: September 24, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading