સબરીમાલા મંદિર જઈ રહેલી ન્યૂયોર્ક ટાઇમ્સની મહિલા પત્રકાર પર પથ્થરમારો

News18 Gujarati
Updated: October 18, 2018, 9:50 AM IST
સબરીમાલા મંદિર જઈ રહેલી ન્યૂયોર્ક ટાઇમ્સની મહિલા પત્રકાર પર પથ્થરમારો
મંદિર તરફ જઈ રહેલી મહિલા પત્રકાર પર પથ્થરમારો.

મહિલા પત્રકારે હાજર લોકોને એવું સ્પષ્ટ કહ્યું હતું કે તે શ્રદ્ધાળું નથી તેમજ મંદિરમાં પ્રવેશ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી.

  • Share this:
સબરીમાલાઃ ન્યૂયોર્ક ટાઇમ્સના બે પત્રકારોએ આજે સબરીમાલા મંદિર તરફ પ્રયાણ કરવાનો પોતાનો વિચાર બદલવો પડ્યો હતો. મંદિર તરફ જઈ રહેલા બંને પત્રકારો પર ગુસ્સે ભરાયેલા લોકોએ પથ્થરમારો કર્યો હતો અને તેમનો રસ્તો રોકી લીધો હતો.

ન્યૂયોર્ક ટાઇમ્સની દિલ્હી સ્થિત પત્રકાર સુહાસિની રાજ અને તેની એક સાથી સબરીમાલા મંદિર જવા માટે પામ્બા ગેટ સુધી પહોંચી હતી. જોકે, લોકોએ વિરોધ કરતા બંનેએ પરત ફરવું પડ્યું હતું.

સુહાસિનીએ હાજર લોકોને એવું સ્પષ્ટ કહ્યું હતું કે તે શ્રદ્ધાળું નથી તેમજ મંદિરમાં પ્રવેશ કરવાનો તેનો કોઈ ઈરાદો નથી. પરંતુ દેખાવકારોએ તેની કોઈ વાત સાંભળની ન હતી અને તેને ત્યાંથી જતા રહેવા કહ્યું હતું.

ન્યૂઝ એજન્સી આઈએએનએસ સાથે વાતચીત કરતા સુહિસીનીએ જણાવ્યું હતું કે, "શ્રદ્ધાળુઓએ અમારો ખૂબ વિરોધ કર્યો હતો. દેખાવકારો અમારી સામે સૂત્રોચ્ચાર કરતા રસ્તા વચ્ચે બેસી ગયા હતા. મારી પાસે કોઈ રસ્તો ન હોવાથી હું પરત ફરી હતી."

નોંધનીય છે કે સુહાસિની ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિર ખાતે ન્યૂઝ કવર કરવા માટે જઈ રહી હતી. મંદિર બહાર બંનેનો વિરોધ થતાં એક ઉચ્ચ પોલીસ અધિકારીએ પણ દરમિયાનગીરી કરી હતી. જોકે, દેખાવકારો કાબૂ બહાર જઈ રહ્યા હોવાથી બંને પત્રકાર પરત ફરી હતી.

સુપ્રીમના ચુકાદા બાદ બુધવારે પ્રથમ વખત મહિલાઓએ સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે માર્ચ કરી હતી. જોકે, દેખાવકારોએ 10થી 50 વર્ષની ઉંમરની કોઈ પણ મહિલાને મંદિરમાં પ્રવેશ કરવા દીધો ન હતો. આ દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઈ હતી. દેખાવકારોએ અનેક મહિલા પત્રકારો સાથે પણ ગેરવર્તન કર્યું હતું.સબરીમાલા મંદિર 28મી સપ્ટેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ બુધવારે પ્રથમ વખત દર્શકો માટે ખુલ્યું હતું. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા જિલ્લા તંત્રએ મંદિરની આસપાસના 30 કિલોમીટરના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દીધી છે. ગુરુવારે પણ આ મામલે રાજ્યમાં દેખાવો થવાની શક્યતા જોવા મળી રહી છે.
First published: October 18, 2018, 9:50 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading