કોલકાતા : જાધવપુર યુનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે ધક્કા મુક્કી

News18 Gujarati
Updated: September 19, 2019, 10:03 PM IST
કોલકાતા : જાધવપુર યુનિવર્સિટીમાં કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો સાથે ધક્કા મુક્કી
તસવીર - (PTI )

બીજેપી સાંસદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજીત એક સેમિનારને સંબોધિત કરવા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા

  • Share this:
કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો (Babul Supriyo)નો પશ્ચિમ બંગાળમાં(West Bengal) વિરોધ થયો છે. કોલકાતાની (Kolkata)જાધવપુર યુનિવર્સિટી(Jadavpur University)માં બાબુલ સુપ્રિયો સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી અને કાળા વાવટા બતાવવામાં આવ્યા હતા. સુપ્રિયો સામે પાછા જાવના નારા પણ લગાવ્યા હતા. બીજેપી સાંસદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)દ્વારા આયોજીત એક સેમિનારને સંબોધિત કરવા માટે યુનિવર્સિટી પહોંચ્યા હતા.

વામપંથી તરફ ઝુકાવવાળા સંગઠન આર્ટ ફેકલ્ટી સ્ટુડન્ટ્સ યૂનિયન (AFSU) અને સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)ના છાત્રોએ બાબુલ સુપ્રિયો પાછા જાવના નારા લગાવતા લગભગ દોઢ કલાક સુધી કેમ્પસમાં પ્રવેશ કરવાથી અટકાવી રાખ્યા હતા. સાંજે 5 કલાકે પરિસરમાંથી બહાર નિકળતી વખતે પણ સુપ્રિયોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચો - Exclusive : UP ઉપર આર્થિક સુસ્તીની અસર નથી, બે લાખ યુવાઓને આપીશ રોજગાર- CM યોગી

મારા વાળ ખેંચવામાં આવ્યા અને ધક્કો માર્યો - બાબુલ સુપ્રિયો
ભારે સુરક્ષા વચ્ચે એબીવીપીના સેમિનારમાં ભાગ લેવા આવેલા સુપ્રિયોએ કહ્યું હતું કે હું અહીં રાજનીતિ કરવા આવ્યો નથી. યુનિવર્સિટીના કેટલાક છાત્રોના વ્યવહારથી દુખી છું. જે રીતે તેમણે મને રોક્યો. મારા વાળ ખેંચ્યા અને મને ધક્કો માર્યો હતો.

સૂત્રોના મતે ઘટના વિશે જાણ થતા વિશ્વવિદ્યાલયના કુલપતિ સુરંજન દાસે પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ પાસેથી કારણ જાણવાનો પ્રયત્ન કર્યો હતો પણ તેમણે યુનિવર્સિટીના દરવાજા પરથી હટવાનો ઇન્કાર કર્યો હતો.રાજ્યપાલે આપ્યા તપાસના આદેશ
પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કહ્યું હતું કે જાધવપુર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના એક વર્ગ દ્વારા કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોનો ઘેરાવો કરવો ઘણો ગંભીર મામલો છે. તેમણે રાજ્યના મુખ્ય સચિવને તાત્કાલિક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. સાથે યુનિવર્સિટી પરિસરમાં સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે પગલાં ભરવાનો નિર્દેશ કર્યો છે. રાજ્યપાલે કહ્યું છે કે જો સ્થિતિ સામાન્ય ના થઈ તો તે પોતે યુનિવર્સિટીનો પ્રવાસ કરશે.
First published: September 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading