અમિત શાહે કહ્યું - રાહુલ ગાંધીએ 2137 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું

News18 Gujarati
Updated: November 27, 2019, 6:25 PM IST
અમિત શાહે કહ્યું - રાહુલ ગાંધીએ 2137 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું
અમિત શાહે કહ્યું - રાહુલ ગાંધીએ 2137 વખત સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન કર્યું

ફક્ત ગાંધી પરિવારની નહીં પણ આખા દેશની એક-એક નાગરિકની સુરક્ષાની જવાબદારી આ દેશની સરકારની છે - અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી : કેન્દ્રીય ગૃહમંત્રી (Home Minister)અમિત શાહે (Amit Shah)એસપીજી અધિનિયમ સંશોધન વિધેયક (SPG Act Amendment Bill)પર જવાબ આપતા કહ્યું હતું કે આ સદનમાં બિલ લઈને આવ્યો હતો પણ વિપક્ષી પાર્ટીઓએ સદનમાં તેને બદલાની રાજનીતિ કહીને સદનને જ રોકી દીધી છે. અમિત શાહે કહ્યું હતું કે બદલાની રાજનીતિ કરવી મારી પાર્ટીના સંસ્કારોમાં નથી. મનિષ તિવારીના સવાલનો જવાબ આપતા ગૃહમંત્રીએ કહ્યું હતું કે હું કૉંગ્રેસ સાંસદ મનિષ તિવારને આશ્વત કરવા માંગું છું કે ગાંધી પરિવારની સુરક્ષા માટે સુરક્ષાકર્મી ઓછા કરવામાં આવ્યા નથી પણ વધાર્યા છે. ફક્ત ગાંધી પરિવારની નહીં પણ આખા દેશની એક-એક નાગરિકની સુરક્ષાની જવાબદારી આ દેશની સરકારની છે.

સીપીઆઈ સાસંદ ડી રાજા(D Raja)ના સવાલનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે બધા નેતાઓને સુરક્ષા આપવામાં આવી રહી છે પણ દરેક નેતાને પ્રધાનમંત્રીની સુરક્ષા આપી શકાય નહીં. ટીએમસી સાંસદ સુદીપ બંદોપાધ્યાયનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતું કે બધા મુખ્યમંત્રીઓને ઝેડ પ્લસ સુરક્ષા કવર કરવામાં આપવામાં આવ્યું છે. એનકે પ્રેમચંદ્રનના જવાબમાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર (Narendra Modi)ક્યારેય પણ સુરક્ષાના નિર્ણયો બદલાની ભાવનાથી લેતી નથી.

આ પણ વાંચો - હિન્દુત્વ, ભીમા-કોરેગાંવ અને સાવરકર : શિવસેના-કૉંગ્રેસ-NCPની આ ત્રણ પૈડાની સરકારના માર્ગમાં અનેક અડચણો

અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધી 2015 પછી અત્યાર સુધી 1892 વખત દિલ્હીમાં અને 245 વખત દિલ્હીની બહાર એસપીજી સુરક્ષા કવર વગર બહાર ગયા છે. અમિત શાહે સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી માટે કહ્યું હતું કે હું આ ત્રણ મહાનુભાવોને અપીલ કરું છું કે સીઆરપીએફની સુરક્ષા પોતાની સાથે જરુર રાથે. પ્રધાનમંત્રી મોદી પાસે 20 વર્ષથી સુરક્ષા છે પણ આજ સુધી તેમની સુરક્ષામાં કોઇ ફાઉલ આવ્યો નથી.
First published: November 27, 2019, 6:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading