નવી દિલ્હી : સંસદ સત્રના ત્રીજા દિવસે ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah)રાજ્યસભામાં રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (NRC)ને લઈને મોટું નિવેદન કર્યું છે. અમિત શાહે કહ્યું હતું કે એનઆરસી જલ્દી આખા દેશમાં લાગુ કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ પ્રક્રિયામાં ધર્મના આધારે કોઈની સાથે ભેદભાવ કરવામાં આવશે નહીં.
NRC ઉપર ચર્ચા દરમિયાન અમિત શાહે કહ્યું હતું કે એનઆરસીમાં ધર્મના આધારે ભેદભાવ કરવાની વાત નથી. NRC પ્રક્રિયા જ્યારે આખા દેશમાં હશે તો અસમમાં એનઆરસીની પ્રક્રિયા ફરી કરવામાં આવશે. કોઈપણ ધર્મના લોકોને ડરવાની જરુર નથી. બધા લોકોને NRCની અંદર સમાવેશ કરવાની વ્યવસ્થા છે.
ગૃહમંત્રીએ કહ્યું હતું કે સરકાર માને છે કે બધા ધર્મના જે શરણાર્થી બહારથી આવ્યા છે. તેને નાગરિકતા આપવામાં આવશે. એક સવાલના જવાબમાં ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે સિટીઝનશિપ અમેડમેન્ટ બિલ પાછું લાવવામાં આવશે. તેનો એનઆરસી સાથે કોઈ સંબંધ નથી.
Home Minister Amit Shah in Rajya Sabha: NRC has no such provision which says that no other religion will be taken under NRC. All citizens of India irrespective of religion will figure in the NRC list. The NRC is different from Citizenship Amendment Bill https://t.co/vYMnH9SKQL
અમિત શાહે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એનઆરસીમાં બિન મુસ્લિમ ધર્મોના શરણાર્થીઓને નાગરિકતા આપવા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં સ્પષ્ટ કર્યું કે સરકાર ઇચ્છે છે કે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં પજવણીનો શિકાર થઈને ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ઇસાઇ ધર્મના શરણાર્થીઓને નાગરિકતા આપવામાં આવશે. આ માટે સરકાર નાગરિકતા કાનૂનમાં સંશોધન કરશે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગત લોકસભામાં પાસ થયેલ નાગરિકતા સંશોધન વિધેયકને અસમ માટે બનાવેલ એનઆરસી કાનૂનથી ભ્રમિત કરવામાં ન આવે.
અમિત શાહે કહ્યું હતું કે એનઆરસીમાં ધાર્મિક આધાર ઉપર નાગરિકોની ઓળખની કોઈ જોગવાઇ નથી. આમા બધા ધર્મોના લોકોનો સમાવેશ કરાશે. ગત લોકસભામાં પારિત નાગરિકતા સંશોધન વિધેયકમાં બધા દળોની સહમતિથી શરણાર્થીઓને ધાર્મિક આધાર પર નાગરિકતા આપવાની જોગવાઈ સામેલ કરી છે. ઉલ્લેખનીય છે કે 16મી લોકસભા ભંગ થવાથી આ સંબંધિત વિધેયક નિષ્પ્રભાવી થઈ ગયું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર