પ્રિયંકા ગાંધીએ કહ્યું, એક દિવસ ભાજપને ખબર પડશે કે બધું જ...

News18 Gujarati
Updated: July 24, 2019, 12:20 PM IST
પ્રિયંકા ગાંધીએ કહ્યું, એક દિવસ ભાજપને ખબર પડશે કે બધું જ...
પ્રિયંકા ગાંધી વાડ્રા (ફાઇલ ફોટો)

કર્ણાટક વિધાનસભામાં એચડી કુમારસ્વામીની ગઠબંધન સરકાર પડતા પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરી ભાજપને કરી આ ટકોર

  • Share this:
કર્ણાટક વિધાનસભામાં એચ ડી કુમારસ્વામીની ગઠબંધન સરકાર વિશ્વાસમત ના મેળવી શકી. અને આ સાથે કોંગ્રેસના હાથમાંથી વધુ એક રાજ્ય સરકી ગયું. કોંગ્રેસની આ હાર પછી પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ સરકાર પર નિશાનો તાકી બે ટ્વિટ કર્યા છે. તેમના અધિકૃત એકાઉન્ટથી પ્રિયંકાએ લખ્યું છે કે એક દિવસ ભાજપને ખબર પડશે કે દરેક બધી જ વસ્તુ ખરીદી નથી શકાતી, દરેક વસ્તુ દાદાગીરી કરી નથી મેળવી શકાતી અને દરેક જુઠ્ઠાણું એક દિવસ તો છતું થાય જ છે.

 


તે બાદ બીજા ટ્વિટમાં તેણીએ કહ્યું કે "ત્યાં સુધી મને લાગે છે કે દેશના નાગરિકોને તેમના બેરોકટોક ભષ્ટ્રાચારને, લોકહીતનું સંરક્ષણ સંસ્થાઓના વ્યવસ્થિત વિનાશને અને તે લોકશાહી જેને મહેનત અને બલિદાન આપી ઊભી કરી છે તેને નબળી પડતી દેખવું પડશે"

 તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ કર્ણાટકમાં પોતાની સરકાર પડવા પર કહ્યું કે "પહેલા દિવસથી જ કોંગ્રેસ-જેડી(એસ) સરકારને અંદર અને બહારથી તે નિશ્ચિત સ્વાર્થ વાળા લોકોએ પોતાનો નિશાનો બનાવ્યો હતો. તેમના માટે આ ગઠબંધન, પોતાની સત્તા પર ખતરો અને અવરોધ સમાન હતું. આજે તેમની લાલચની જીત થઇ છે. અને લોકતંત્ર, પ્રામાણિકતા અને કર્ણાટકની જનતાની હાર થઇ છે."

ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્ણાટકની કોંગ્રેસ જેડી(એસ) ગઠબંધન સરકાર વિશ્વાસ મેળવવામાં નિષ્ફળ રહી. અને આ સાથે જ 14 મહિનાથી અસ્થિરતાનો સામનો કરી રહેલા મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીનો કાર્યકાળ પૂર્ણ થયો. આ સાથે જ દેશમાં હવે કોંગ્રેસની સરકાર ફક્ત ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં પૂરતી જ સિમિત રહી છે. અને કર્ણાટકમાં પણ આવનારા સમયમાં ભાજપની સરકાર આવવાની પ્રબળ સંભાવના છે.
First published: July 24, 2019, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading