Home /News /india /વારાણસીમાં PM મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉતારી શકે છે કોંગ્રેસ: સૂત્ર

વારાણસીમાં PM મોદી સામે પ્રિયંકા ગાંધીને ઉતારી શકે છે કોંગ્રેસ: સૂત્ર

પ્રિયંકા ગાંધીની ફાઇલ તસવીર

આ નિર્ણય પહેલા સપા-બસપા વચ્ચે વાતચીત કરીને તેમને આ બેઠક પર સમર્થનની વાત કરશે.

  ન્યૂઝ 18 ગુજરાતી: ઉત્તર પ્રદેશની હાઇપ્રોફાઇલ વારાણસી લોકસભા સીટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા ગાંધીને ઉતારવાનું વિચારી રહી છે. સૂત્રોએ આ જાણકારી આપતા કહ્યું છે કે કોંગ્રેસ અહીં નામાંકન દાખલ કરવાનો આખરી દિવસે પ્રિયંકાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની જાહેરાત કરીને સરપ્રાઇઝ આપવા અંગે વિચાર કરી રહી છે.

  હકીકતમાં ગત લોકસભા ચૂંટણીમાં મોદી લહેર છતાંપણ તેમના જીતનાં અંતરને જોતા પાર્ટીનાં રણનૈતિક સક્રિય થઇ ગયા છે. તેમનો તર્ક છે કે જેમ રાહુલને અમેઠીમાં બીજેપી ઘેરી રહી છે. તેવી જ રીતે મોદીને વારાણસીમાં ઘેર્યા છે. આ અંગે હજી છેલ્લો નિર્ણય લેવાનો બાકી છે. મહત્વનું છે કે આ નિર્ણય પહેલા સપા-બસપા સાથે વાતચીત કરીને તેમને આ બેઠક પર સમર્થનની વાત કરશે.

  પ્રિયંકા ગાંધીએ લોકોને પૂછ્યું- શું તમારા ખાતામાં રૂ. 15 લાખ આવ્યા?

  મહત્વનું છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારથી પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ અને પુર્વીય યુપીની કમાન આપવામાં આવી છે. ત્યારથી જ કાર્યકર્તાઓ તેઓ ચૂંટણી લડે તેવી માંગ કરી રહ્યાં છે. અત્યાર સુધી કોંગ્રેસે પ્રિયંકાને કોઇ સીટ આપી નથી અને અનુમાન લાગાવવામાં આવી રહ્યું છે કે કદાચ પીએમ મોદીને ઘેરવા માટે કોંગ્રેસ તેમને વારાણસી સીટ પરથી ઉતારી શકે છે.

  પાર્ટી જ્યાંથી કહેશે હું ત્યાંથી ચૂંટણી લડવા તૈયારઃ પ્રિયંકા ગાંધી

  2014નાં લોકસભા ચૂંટણીમાં દિલ્હીથી વારાણસી ગયેલા આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલને પીએમ મોદીએ 1 લાખથી વધારેનાં અંતરથી હરાવ્યાં હતાં. આ બેઠક પરથી કોંગ્રેસનાં ઉમેદવાર અજય રાય ત્રીજા સ્થાન પર હતા.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Lok sabha election 2019, Priyanka gandhi, Varanasi, નરેન્દ્ર મોદી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन