Home /News /india /

પ્રિયા પ્રકાશે કહ્યું, 'રાહુલ ગાંધીને આંખ મારતા જોઇને સારૂ લાગ્યું'

પ્રિયા પ્રકાશે કહ્યું, 'રાહુલ ગાંધીને આંખ મારતા જોઇને સારૂ લાગ્યું'

    (અનુરાગ વર્મા)

    તમને યાદ હોય તો થોડા દિવસ પહેલા દક્ષિણની અભિનેત્રી પ્રિયા પ્રકાશ વારિયરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો હતો. જેમાં તે આંખ મારતી દેખાય છે અને રાતોરાત તે ફેમસ બની ગઇ હતી. તે જ રીતે શુક્રવારે રાહુલ ગાંધીએ સંસદમાં ભાષણ પુરૂં કર્યાં પછી પીએમ મોદીને જાદુની જપ્પી આપી હતી. તે બાદ પોતાની સીટ પર આવીને આંખ મારી હતી. જેના કારણે ટ્વિટર પર લોકોએ રાહુલ ગાંધીએ આંખ મારવાનું એક્સપ્રેશનની સરખામણી પ્રિયા પ્રકાશ વારિયર સાથે કરી હતી.

    રાહુલ ગાંધીની આ તસવીર સોશિયલ મીડિયા પર એકદમ ઝડપથી વાયરલ થઇ ગઇ હતી. રાહુલની આંખ મારતી તસવીર પર લોકોએ ઘણાં કમેન્ટ્સ પણ કર્યા હતાં. રાહુલ ગાંધીની આ હરકતને જોઇને પ્રિયા પ્રકાશ પણ ખુશ થઇ ગઇ કે રાહુલે તેમનો સિગ્નેચર મુવ કોપી કર્યો.

    પ્રિયા પ્રકાશે કહ્યું કે,'હું કોલેજથી પાછી આવી ત્યારે ઘરે આવી ન્યૂઝ જોયા કે સંસદમાં રાહુલ ગાંધીએ આંખ મારી હતી. તેમણે આંખ મારી જે ઇશારો કર્યો તે ઘણો જ પ્રેમાળ લાગતો હતો. મને ખુશી છે કે આ મૂવ મારી ફિલ્મનો છે.'

    સોશિયલ મીડિયામાં આ વીડિયો ધણો ટ્રેન્ડ થયો હતો.



    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જ્યારે મોદીના વિદેશ પ્રવાસ પર બોલવાનું શરૂ કર્યું ત્યારે તેમની જીભ લપસી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું જ્યારે પીએમ મોદી 'બાર' જાય છે. બારનો તેમનો કહેવાનો મતબલ બહાર હતો. બાદમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે મારો મતલબ Abroad છે. જોકે, તેઓ આવી સ્પષ્ટતા કરે ત્યાં સુધી ખૂબ મોડું થઈ ગયું હતું અને મોદી સહિત સંસદમાં હાજર તમામ લોકો હસી પડ્યા હતા. રાહુલ ગાંધીએ અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન પીએમ મોદી, બીજેપી અને આરએસએસ પર નિશાનો સાધ્યો હતો. તેમણે કહ્યું કે, 'હું બીજેપી માટે પપ્યુ હોઇ શકું છું પરંતુ મારા દિલમાં તેમના માટે હંમેશા પ્રેમ રહેશે.'


    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Priya prakash varrier

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन