અયોધ્યાનો નિર્ણય નવી સવાર લઈને આવ્યો, બધાની જવાબદારી વધી: પીએમ મોદી

News18 Gujarati
Updated: November 9, 2019, 6:37 PM IST
અયોધ્યાનો નિર્ણય નવી સવાર લઈને આવ્યો, બધાની જવાબદારી વધી: પીએમ મોદી
વડાપ્રધાન મોદીની ફાઇલ તસવીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના લોકોને સંબોધન કરીને રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો

  • Share this:
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ  દેશના લોકોને સંબોધન કરીને રાષ્ટ્રજોગ સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે એવા મહત્વના મામલામાં નિર્ણય સંભળાવ્યો છે જેની પાછળ સેંકડો વર્ષનો ઇતિહાસ છે. આખા દેશની ઇચ્છા હતી કે આ મામલે કોર્ટમાં દરરોજ સુનાવણી થાય. સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દશકો સુધી ચાલેલી ન્યાય પ્રક્રિયાનું સમાપન થયું છે.

પીએમે કહ્યું હતું કે પુરી દુનિયા માને છે કે ભારત દુનિયાનો સૌથી મોટો લોકતાંત્રિક દેશ છે. આજે દુનિયાએ જાણી લીધું કે ભારતનું લોકતંત્ર કેટલું જીવંત છે. ભારત વિવિધતામાં એકતા માટે ઓળખાય છે અને આજે આ મંત્ર પોતાની પૂર્ણતા સાથે ખીલેલો નજર આવી રહ્યો છે. હજારો વર્ષો પછી પણ કોઈને ભારતના આ ગુણને સમજવો હશે તો આજના નિર્ણય અને ઘટનાનો જરુર ઉલ્લેખ કરશે. આજે સવા સો કરોડ દેશવાસી નવો ઇતિહાસ રચી રહ્યા છે. ઇતિહાસની અંદર સ્વર્ણિમ પાના જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચો - Ayodhya Verdict: 93 વર્ષના આ વકીલ 40 વર્ષ સુધી રામલલાની લડાઇ લડ્યા!

પીએમ મોદીએ કહ્યું હતું કે 9 નવેમ્બરે બર્લિનની દિવાલ પાડવામાં આવી હતી. બે વિપરિત ધારાઓએ એકજુટ બનીને નવો સંકલ્પ લીધો હતો. આજે કરતારપુર સાહિબ કોરિડોરની શરુઆત થઇ છે. જેમાં ભારતનો સહયોગ પણ રહ્યો છે અને પાકિસ્તાનનો પણ. આજે અયોધ્યાના નિર્ણયની સાથે 9 નવેમ્બરની આ તારીખ આપણે હંમેશા સાથે રહીને આગળ વધવાની શીખ આપી રહી છે. આજનો દિવસનો સંદેશ જોડવાનો અને મળીને જીવવાનો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી દેશને સંદેશો આપ્યો છે કે મુશ્કેલથી મુશ્કેલ મુદ્દાનો ઉકેલ કાનૂન અને સંવિધાનના દાયરામાં આવે છે. આપણે શીખ લેવી જોઈએ કે ભલે થોડો સમય લાગે પણ ધીરજ રાખવી જોઈએ. આપણે ભારતના સંવિધાન અને તેની ન્યાયિક પ્રણાલી ઉપર વિશ્વાસ અડગ રાખવો જોઈએ. આ નિર્ણય એક નવી સવાર લઈને આવ્યો છે. હવે દરેક નાગરિકની રાષ્ટ્ર નિર્માણની જવાબદારી વધી ગઈ છે.
First published: November 9, 2019, 5:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading