પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી

News18 Gujarati
Updated: February 15, 2019, 10:46 PM IST
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી
રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી

રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ શ્રદ્ધાંજલિ આપી

  • Share this:
પુલવામાં હુમલામાં શહીદ થયેલા જવાનોના પાર્થિવ દેહને શ્રીનગરથી દિલ્હી લાવવામાં આવ્યા છે. સી-17 વિમાન દ્વારા જવાનોના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવ્યા હતા. પાલમ એરપોર્ટ પર આ જવાનોના પાર્થિવ દેહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી હતી. રક્ષામંત્રી નિર્મલા સીતારમણ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી,  કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે  પણ શ્રદ્ધાંજલિ આપી હતી. ત્રણેય સેનાના પ્રમુખે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પુલવામાં ફિદાયીન હુમલામાં સીઆરપીએફના 40 જવાનો શહીદ થયા હતા.

પીએમ મોદીએ બીજેપી શાસિત રાજ્યોના મંત્રીઓ અને સાંસદોને જવાનોના અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહેવા કહ્યું છે.

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલાના બીજા દિવસે દેશના ગૃહ મંત્રી રાજનાથ સિંહે શ્રીનગરની મુલાકાત લીધી હતી. રાજનાથ સિંહે આ મુલાકાતમાં શહીદોના પાર્થિવ દેહને કાંધ આપી હતી અને હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા.

આ પણ વાંચો - મોરબીમાં શહીદોના પરિવાર માટે મદદ, માત્ર એક કલાકમાં ભેગા કર્યા 30 લાખ રૂપિયા

સુરક્ષા દળો, સ્થાનિક પ્રસાશન અને રાજ્યપાલ સાથે રાજનાથસિંહે મીટિંગ કર્યા બાદ એક પત્રકાર પરિષદ સંબોધી હતી. આ પત્રકાર પરિષદમાં રાજનાથ સિંહે જણાવ્યું હતું કે અમુક લોકો પાકિસ્તાન અને ISI પાસેથી પૈસા લઈ રહ્યાં છે અને આ પ્રકારના કાવતરામાં સામેલ છે, તેમની સુરક્ષાની તપાસ કરવામાં આવશે.
First published: February 15, 2019, 8:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading