અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે સ્થિર તેલની કિંમત જરૂરી, સાઉદી પાસે ઘણી આશા : PM મોદી

News18 Gujarati
Updated: October 29, 2019, 11:08 AM IST
અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે સ્થિર તેલની કિંમત જરૂરી, સાઉદી પાસે ઘણી આશા : PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી

પીએમ મોદીએ કહ્યું કે, સાઉદી અરબ આશરે 18 ટકા કાચુ તેલ આયાત કરે છે.

  • Share this:
ન્યૂઝ18ગુજરાતી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ત્રણ વર્ષમાં બીજીવાર સાઉદી અરબની (Saudi Arabia) મુલાકાતે છે. સોમવારે રિયાદ પહોંચીને પીએમ મોદીએ કહ્યું કે, સાઉદી અરબ ભારતની ઉર્જા સંબંધી જરૂરિયાતોને પુરી કરવામાં મહત્વનું યોગદાન આપે છે. આ પરિસ્થિતિમાં કાચા તેલની સ્થિર કિંમતો હોવી તે વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે યોગ્ય ગણાય. પીએમ મોદીએ કહ્યું કે, સાઉદી અરબ આશરે 18 ટકા કાચુ તેલ આયાત કરે છે. ભારત સરકારનો સ્પષ્ટ વિચાર છે કે, સાઉદી અરબ સાથે મળીને અમે રણનૈતિક સમજૂતી અંતર્ગત આગળ વધી શકીશું.

વડાપ્રધાન નરેનદ્ર મોદીએ અરબ ન્યૂઝને (Arab News) આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ વાતો કહી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, 'અમે પોતાની ઉર્જા સંબંધી જરૂરિયાતોનાં મહત્વપૂર્ણ અને વિશ્વસનીય સ્ત્રોતનાં રૂપમાં સાઉદી અરબને જોઇએ છીએ. અમારૂં માનવું છે કે, વૈશ્વિક અર્થવ્યવસ્થાનાં વિકાસ માટે, વિકાસ માટે વિશેષ રૂપથી વિકાસશીલ દેશો માટે સ્થિર તેલની કિંમતો ઘણી જ જરૂરી છે. આશા છે કે ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ ઇનિશિએટીવ (FII) સમિટમાં આ અંગે ચર્ચા થશે.'

આ પણ વાંચો : કાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા, સાઉદી અરબે કર્યું ભારતનું સમર્થન

પીએમ મોદીએ કહ્યું કે, મુદ્દા સુલઝાવવા માટે સંતુલિત અને વિકસિત વિચારની જરૂર હોય છે. સાઉદી અરબ ઘણાં મુદ્દાઓ પર ભારતનો સાથ આપ્યો છે. અરબે ભારતનાં વેપાર માટે સારો માહોલ બનાવ્યો છે. પીએમએ સુરક્ષા અને વ્યાપારિક મુદ્દો પર સાઉદી અરબનાં સહયોગ પર ખુશી પણ વ્યક્ત કરી.
First published: October 29, 2019, 11:07 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading