મોદી બોલ્યા- હું ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવા માંગતો હતો

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશ-વિદેશમાં ઇન્વેસ્ટર્સ માટે ભારતમાં સૌથી સારો માહોલ બન્યો છે. હાલમાં શરૂ થયેલી આયુષ્યમાન યોજનાથી મેડિકલ સેક્ટરમાં રોકાણની સંભાવના વધી છે

News18 Gujarati
Updated: October 8, 2018, 10:06 AM IST
મોદી બોલ્યા- હું ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવા માંગતો હતો
ઉત્તરાખંડ પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેહરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું
News18 Gujarati
Updated: October 8, 2018, 10:06 AM IST
ઉત્તરાખંડ પ્રવાસ પર ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે દેહરાદૂનમાં ઇન્વેસ્ટર્સ સમિટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર સિંહ રાવત પણ પીએમ મોદી સાથે હાજર રહ્યા હતા. સમિટમાં લોકોનો સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે અમે ભારતમાં ટેક્સ સિસ્ટમમાં સુધારો કર્યો છે. અમે તેને વારે ઝડપી અને પારદર્શી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બેન્કિંગ પ્રણાલીને પણ મજબૂત કરવામાં આવી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે જ્યારે હું ગુજરાતનો સીએમ હતો તો ગુજરાતને સાઉથ કોરિયા જેવું બનાવવા માંગતો હતો. આમ એટલા માટે કારણ કે બંને દેશોની વસ્તી સરખી છે અને બંને દરીયા કિનારે છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે પોટેંશિયલ, પોલિસી અને પર્ફોમન્સથી જ વિકાસ થઈ શકે છે. ઉત્તરાખંડમાં એવા સમયે બધા ભેગા થયા છે જ્યારે ભારતમાં ઝડપથી સામાજિક અને આર્થિક પરિવર્તન આવી રહ્યો છે. આપણે નવા ભારત તરફ વધી રહ્યા છીએ. મિડલ ક્લાસનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. 80 ટકા યુવા શક્તિ સામર્થ્યથી ભરપુર છે.

ઉત્તરાખંડ ઇન્વેસ્ટર્સ સમિટ-2018 : દેવભૂમિને ડિજીટલ દેવભૂમિ બનાવશે ‘જિયો’

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશ-વિદેશમાં ઇન્વેસ્ટર્સ માટે ભારતમાં સૌથી સારો માહોલ બન્યો છે. હાલમાં શરૂ થયેલી આયુષ્યમાન યોજનાથી મેડિકલ સેક્ટરમાં રોકાણની સંભાવના વધી છે. આવનાર સમયમાં ટૂ ટાયર થ્રી ટાયર શહેરોમાં મેડિકલ કોલેજ બનશે, નવી હોસ્પિટલ બનશે.

મોદીએ ઉત્તરાખંડ સરકારની પ્રશંસા કરતા કહ્યું હતું કે ત્રિવેન્દ્ર સરકાર અસીમ સંભાવનાઓને અવસરમાં બદલવાનો પ્રયત્ન કરતા આવ્યા છે. ઉત્તરાખંડ દેશને ઉર્જાવાન બનાવી શકે છે.
First published: October 7, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...