Home /News /india /માલ્યાનું નામ લીધા વગર મોદી બોલ્યા- જે લોકો ભાગી ગયા છે તે ટ્વિટર પર રડી રહ્યા છે

માલ્યાનું નામ લીધા વગર મોદી બોલ્યા- જે લોકો ભાગી ગયા છે તે ટ્વિટર પર રડી રહ્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ફરાર બિઝનેસમેન વિજય માલ્યા પર સખત પ્રહાર કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ફરાર બિઝનેસમેન વિજય માલ્યા પર સખત પ્રહાર કર્યો

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નામ લીધા વગર ફરાર બિઝનેસમેન વિજય માલ્યા પર સખત પ્રહાર કર્યો હતો. લોકસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જે લોકો દેશમાંથી ભાગી ગયા છે તે ટ્વિટર પર રડી રહ્યા છે કે હું તો 9 હજાર કરોડ રુપિયા લઈને નિકળ્યો હતો પણ મોદી જીએ મારા 13 હજાર કરોડ જપ્ત કરી લીધા છે.

    ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા વિજય માલ્યાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે અત્યાર સુધી તેની 13 હજાર કરોડની સંપત્તિ અટેચ કરી લીધી છે. જ્યારે બેન્કોએ 9000 કરોડ રુપિયાનો દાવો કર્યો છે.

    આ પણ વાંચો - સંસદમાં વિપક્ષો પર મોદીના આકરા પ્રહારો, કહ્યું - વિપક્ષનું ગઠબંધન મહામિલાવટ

    આ પહેલા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે સપ્ટેમ્બર 2017થી લઈને નવેમ્બર 2018 સુધી એટલે કે લગભગ 15 મહિનામાં 1 કરોડ 80 લાખ લોકોએ પ્રથમ વખત પ્રોવિડેન્ટ ફંડમાં પૈસા કપાવવાના શરુ કરી દીધા છે. જેમાંથી 64 ટકા 28 વર્ષથી ઓછી ઉંમરના છે.

    પીએમે કહ્યું હતું કે રાફેલ ઉપર એક-એક આરોપનો જવાબ નિર્મલા સિતારમણે આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પર તેની ઉપર નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી નથી ઇચ્છતી કે દેશની સેના મજબૂત થાય. કોંગ્રેસની સરકારમાં સર્જિકલ સ્ટ્રાઇકનો વિચારી કરી શકતા ન હતા, જવાનોના બુલેટ પ્રૂફ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Vijay Mallya, નરેન્દ્ર મોદી, લોકસભા, વડાપ્રધાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन