કોંગ્રેસે ભારતીયોને 'નર્ક જેવું જીવવા' મજબૂર કર્યાઃ કર્ણાટકમાં PM મોદી

News18 Gujarati
Updated: May 8, 2018, 1:56 PM IST
કોંગ્રેસે ભારતીયોને 'નર્ક જેવું જીવવા' મજબૂર કર્યાઃ કર્ણાટકમાં PM મોદી

  • Share this:
વડાપ્રધાન મોદીએ વિજયપુરામાં ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું, સંબોધનની શરૂઆતથી જ મોદીએ કોંગ્રેસને આડેહાથ લેવાનું શરૂ કર્યું હતું. મોદીએ જણાવ્યું કે કોંગ્રેસની સરકારે ભારતીયને નર્ક જેવું જીવન જીવવા મજબૂર કર્યા હતા. કર્ણાટકના લોકો આવતા પાંચ વર્ષમાં સારા જીવનની આશા રાખે છે, તેથી ભાજપને સમર્થન દેખાડવા આટલી મોટી સંખ્યામાં રેલીમાં હાજર રહ્યાં છે.

કર્ણાટકમાં કોંગ્રેસના સૂપડા સાફ થશે

મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાઓ લોકો વચ્ચે જવાને બદલે હાર બાદ શું બહાનું બતાવવાનું તેના પર વિચાર કરી રહ્યાં છે. હું અહીં ભગવાન બસવેશ્વરની ભૂમિ પર છે, તેમનો સિધ્ધાંત હતો કે સમાજના તમામ ભાગને સાથે રાખીને ચાલવું પરંતુ દુખદ છે કે કોંગ્રેસ સરકાર આ સિધ્ધાંતોને ફોલો નથી કરતી, તે માત્ર વોટની ચિંતા કરે છે.

ચૂંટણી લક્ષી વાયદાઓનો વરસાદ

વિજયપુરામાં રેલી સંબોધન દરમિયાન મોદીએ અનેક વાયદાઓ કર્યા, મોદીએ જણાવ્યું કે અમારી સરકાર એક લાખ કરોડ રૂપિયા શિક્ષા ક્ષેત્રે ખર્ચ કરશે, 12 કરોડ લોકોને મુદ્રા યોજાના હેઠળ વગર કોઇ મુશ્કેલીએ લોન આપવાનું કામ કરશે. અમે 90 પૈસે વાળી વિમા સ્કીમ લાવ્યા, દેશના 19 કરોડ લોકો પ્રધાનમંત્રી યોજના સાથે જોડાયા.
First published: May 8, 2018, 1:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading