દેશમાં આર્થિક રુપથી સામાન્ય વર્ગના લોકો માટે શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતના સંવિધાન સંશોધન વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્ર સરકારે આ બાબતની અધિસુચના જાહેર કરી છે. હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને અંતિમ રુપ આપશે. આ પછી આર્થિક રુપથી પછાત લોકો માટે આ અનામત લાગુ થઈ જશે.
સામાન્ય વર્ગના આર્થિક રુપથી પછાત લોકોને નોકરી અને શિક્ષામાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર નરેન્દ્ર મોદી કેબિનેટે 7 જાન્યુઆરીએ મોહર લગાવી હતી. આ પછી 8 જાન્યુઆરીએ લોકસભામાં સંવિધાનનું 124મું સંશોધન વિધેયક-2009 રજુ કરવામાં આવ્યું હતું. જે લોકસભામાં પાસ થયું હતું. બિલના સમર્થનમાં 323 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં 3 સભ્યોએ મતદાન કર્યું હતું.
9 જાન્યુઆરીએ આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા. જ્યારે 7 સભ્યોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.
બીજી તરફ આ અમાનતના વિરોધમાં એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન કરી છે. બિલ રાજ્યસભામાં પાસ થયાના બીજા જ દિવસે આ અરજી કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય કરશે તેના ઉપર બધાની નજર રહેશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર