દેશના લોકતંત્રના ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમ કોર્ટના ચાર જજોએ જાહેરમાં મુખ્ય ન્યાયાધીશ વિરૂદ્ધ વિદ્રોહનો સંકેત આપ્યો છે. ચાર જજોએ સીજેઆઈ વિરૂદ્ધ અસંતોષને દર્શાવવા પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ત્યાં એમને જાહેર કરી દીધુ કે કેસના વિભાજન અને સીજેઆઈની કાર્યશૈલીથી તેમનામાં ઊંડા મતભેદ છે.
જે ચાર જજોએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી તેમાં જસ્ટિસ જે ચેલામેશ્વર, જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ મદન બી લોકૂર અને જસ્ટિસ કુરિયન જોસેફ સામેલ રહ્યાં હતાં. આ ચારે જજ લગભગ 15થી 20 મિનિટ માટે મીડિયાને મળ્યા હતાં. તેમાં કઈ મહત્વની વાતો થઈ તે જોઈએ.
1. આ દેશના ઈતિહાસમાં અસાધારણ ઘટના છે. આ દેશના સંવિધાનના ઈતિહાસની અસાધારણ ઘટના છે.
2.સારા લોકતંત્રનો આધાર સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા પર હોય છે. આના વગર લોકતંત્ર સુરક્ષિત નથી રહી શકતું.
3.સુપ્રીમ કોર્ટનું પ્રશાસન કામ નથી કરી શકતુ. ગત મહિનામાં કેટલીક એવી ઘટનાઓ બની છે.
4.અમારી પાસે બીજો કોઈ રસ્તો રહ્યો ન હતો કે અમે દેશને સીધા મળી શકીએ.
5. અમે મળીને મુખ્ય ન્યાયાધીશને આ સ્થિતિથી માહિતગાર કરવાનો પ્રયત્ન કર્યો જેનાથી જરૂરી પગલા લઈ શકાય પરંતુ અમે નિષ્ફળ રહ્યાં. અમને લાગતું હતું કે લોકતંત્રને જીવાડવા માટે એક પારદર્શી જજ અને ન્યાય વ્યવસ્થાની જરૂરત છે.
6.અમે આ અંગે આજે સવારે સીજેઆઈને મળ્યાં પરંતુ તેમને સમજાવી ન શક્યા.
7. અમે દેશમાં ઘણાં બુધ્ધિમાન વ્યક્તિઓને જોયા પરંતુ અમે નથી ઈચ્છતા કે 20 વર્ષ પછી બુધ્ધિમાન લોકો અમને આ વિશે પુછે કે તમે ચારોએ પોતાની આત્મા વેચી દીધી હતી? આ અમારી જવાબદારી હતી કે અમે આ વિશે દેશ સાથે વાત કરીએ અને અમે એવું કર્યું.
8. અમે પદભ્રષ્ટ કરવાના ન હતાં. (જ્યારે પુછવામાં આવ્યું કે શું મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રને પદભ્રષ્ટ કરવા જોઈએ )
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર