EXCLUSIVE: હવાઈ ઇંધણોને હવે GST હેઠળ લાવવાની તૈયારી

News18 Gujarati
Updated: January 12, 2018, 3:49 PM IST
EXCLUSIVE: હવાઈ ઇંધણોને હવે GST હેઠળ લાવવાની તૈયારી
2018માં એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ થશેઃ નાગરિક ઉડ્ડયનપ્રધાન જયંત સિન્હા.
News18 Gujarati
Updated: January 12, 2018, 3:49 PM IST
સરકાર એટીએફને GST હેઠળ લાવવાની તૈયારી કરી રહી છે. રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયનપ્રધાન જયંત સિન્હાએ મની કન્ટ્રોલના સિનિયર એડિટર ધિરેન્દ્ર ત્રિપાઠી સાથેની એક્સક્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે મંત્રાલયે એની ભલામણ કરી દીધી છે. ફક્ત આને જ નહીં, સમગ્ર એરલાઇન સેક્ટરને GST હેઠળ લાવવાના પ્રયાસ કરાઈ રહ્યા છે. જો આવું થાય તો એરલાઇન્સ કંપનીઓને મોટી રાહત મળશે અને એમના ખર્ચમાં ઘટાડો થશે.

એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ આ વર્ષે પૂર્ણ થશે

જયંત સિંહાએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે 2018માં એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ થશે. 2018માં એર ઇન્ડિયાનું ડિસઇન્વેસ્ટમેન્ટ પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. એર ઇન્ડિયામાં સરકારના હિસ્સાનો નિર્ણય નાણામંત્રાલય દ્વારા નક્કી કરાશે. એર ઇન્ડિયાના ડિસઇન્વેસ્ટમેન્ટ પર સરકાર લક્ષ્મણરેખા નહિ ઓળંગે. ડિસઇન્વેસ્ટમેન્ટ પછી પણ એર ઇન્ડિયા ભારતીયોની સાથે જ રહેશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર એર ઇન્ડિયામાં વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ દ્વારા હિસ્સો વેચશે. આવી પરિસ્થિતિમાં સરકાર પોતાના મોટા હિસ્સાનું વેચાણ કરવા તૈયાર છે.

સરકારનું એરલાઇન સેક્ટરમાં સુધારા પર ધ્યાન કેન્દ્રિત

જયંત સિન્હાએ જણાવ્યું હતું કે એરલાઇન સેક્ટરમાં સુધારા કરવાનું સરકારનું ધ્યાન કેન્દ્રિત છે. ભારતમાં આવનારાં 15-20 વર્ષમાં 200 એરપોર્ટ હશે. આગામી 15 વર્ષમાં 1500-2000 વિમાન હશે અને પેસેન્જર-ટ્રિપ્સ 5 ગણી હશે. તેમણે એમ પણ કહ્યું હતું કે એવિયેશનક્ષેત્રમાં એરક્રાફ્ટ સાથે હેલિકોપ્ટર અને ડ્રૉનની ભૂમિકા પણ વધી જશે. ડ્રૉનની ટેકનોલોજીમાં ઝડપી સુધારો થઈ રહ્યો છે

એર ભાડાં બજારના આધારે નક્કી કરાશે

એર ભાડાં અંગે વાત કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે બજારના આધારે એર ભાડાં નક્કી કરવામાં આવે છે. સરકારની નજર પ્રતિસ્પર્ધાત્મક પ્રણાલીઓ પર છે. ભાડાં નક્કી કરવાની પ્રક્રિયામાં બજારના આધારે ભાવોને બદલવામાં કોઈ સમસ્યા નહીં થાય
Loading...
બજેટમાં સામાન્ય માણસને રાહત મળશે

બજેટ પર બોલતાં તેમણે કહ્યું હતું કે આ બજેટમાં સામાન્ય માણસને રાહત મળશે. ચૂંટણી વાતાવરણ પૂર્વે જનતાને રાહત આપવા માટે પ્રયત્નો કરવામાં આવશે. ઉપરાંત અમે રાજકોષીય ખાધને નિયંત્રિત કરવા પણ પગલાં લઈશું.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर