ટ્રેનમાં ધુમ્રપાનનો વિરોધ કરતા પ્રેગનેન્ટ મહિલાને ગળું દબાવીને મારી નાખી

પ્રતિકાત્મક તસવીર

મહિલા જનરલ કોચમાં પંજાબ-બિહાર જલિયાવાલા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી.

  • Share this:
    શાહજહાંનપુરઃ  રેલવે પલીસનના જણાવ્યા પ્રમાણે ટ્રેનમાં એક પ્રેગનેન્ટ મહિલાની તેની સાથે મુસાફરી કરી રહેલા યાત્રીએ હત્યા કરી નાખી હતી. મહિલાએ સાથી મુસાફરને ટ્રેનમાં સ્મોકિંગ ન કરવાનું કહેતા તેણે ગળું દબાવીને તેની હત્યા કરી નાખી હતી.

    જીઆરપી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, એ.કે. પાંડેયના જણાવ્યા પ્રમાણે, શુક્રવારે રાત્રે 45 વર્ષીય ચીનત દેવી તેના પરિવાર સાથે ટ્રેનમાં મુસાફરી કરી રહી હતી. મહિલા જનરલ કોચમાં પંજાબ-બિહાર જલિયાવાલા એક્સપ્રેસમાં મુસાફરી કરી રહી હતી ત્યારે તેણે એક મુસાફરને ધુમ્રપાન ન કરવાનું કહ્યું હતું. આ વ્યક્તિની ઓળખ સોનુ યાદવ નામે કરવામાં આવી છે.

    ધુમ્રપાન ન કરવાનું કહેતા મહિલા અને આરોપી સોનુ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે બાદમાં સોનુએ મહિલા પર હુમલો કરી દેતા તેનું ગળું દબાવી દીધું હતું. બાદમાં ટ્રેનને શાહજહાંનપુર ખાતે રોકવામાં આવી હતી અને મહિલાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન ડોક્ટરે મહિલાને મૃત જાહેર કરી હતી.

    આ પણ વાંચોઃ એક્ટ્રેસ જિયા ખાનની આત્મહત્યાનાં 6 વર્ષ બાદ 'બોયફ્રેન્ડ' સૂરજ પંચોલીએ તોડી ચુપ્પી

    રેલવે અધિકારી પાંડેયના જણાવ્યા પ્રમાણે મૃતક મહિલા અને તેનો પરિવાર છઠ્ઠ પૂજામાં ભાગ લેવા માટે બિહાર જઈ રહ્યો હતો.

    બનાવ બાદ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી, તેમજ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી દેવામાં આવ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published: