Home /News /india /

પદ્માવતી પર રોક લગાવે સરકાર, નહીં તો એવું થશે જેને ઈતિહાસ યાદ રાખશે: તોગડિયા

પદ્માવતી પર રોક લગાવે સરકાર, નહીં તો એવું થશે જેને ઈતિહાસ યાદ રાખશે: તોગડિયા

સુપ્રીમ કોર્ટની ઝાટકણી પછી પણ પદ્માવતી પર લોકોની નિવેદનબાજી રોકાવવાનું નામ જ નથી લેતી. વિશ્વ હિંદુ પરિષદના નેતા પ્રવીણ તોગડિયાએ પદ્માવતી પર હુમલો કરતાં કહ્યું કે કેન્દ્ર સરકાર ફિલ્મ પર રોક લગાવે નહીં તો સિનેમા ઘરમાં જે થશે તેને ઈતિહાસ જોશે.

પ્રવીણ તોગડિયાએ નામ લીધા વગર ગુરૂવારે ભોપાલમાં બીજેપી નેતાઓ પર નિશાન સાધયુ હતું. તેમણે કહ્યું કે ગુજરાતમાં ચૂંટણી લડનાર એ જણાવે કે હિંદુત્વ માટે તેમણે શું કર્યું? વિકાસ માટે લડવા ઈચ્છો છો તો એને કહો પણ. આજે ખેડૂત, વિદ્યાર્થી બધા પરેશાન છે. માથા પર કોઈ તલવાર પણ મુકશે તો પણ તોગડિયા સાચુ જ બોલશે. ગુજરાતની જનતા 18 ડિસેમ્બરે વિકાસનો જવાબ આપશે.

તોગડિયાએ કહ્યું કે,રામમંદિર ન બનાવનાર અને કાશ્મીરમાં હિંદુઓને રહેવા ન દેનાર હિંદુત્વની વાત નહીં કરે તો જ સારૂ છે. ગુજરાતમાં રાહુલ ગાંધી મંદિર જવાના સવાલ પર કહ્યું કે, મંદિરમાં આવનાર દરેકનું સ્વાગત છે.
First published:

Tags: Padmavati, Pravin togadia

આગામી સમાચાર