અયોધ્યા ખાતે આજે પ્રવીણ તોગડિયા કરી શકે છે નવી રાજકીય પાર્ટીની જાહેરાત
અયોધ્યા ખાતે આજે પ્રવીણ તોગડિયા કરી શકે છે નવી રાજકીય પાર્ટીની જાહેરાત
પ્રવીણ તોગડિયા (ફાઇલ તસવીર)
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે તેઓ 'રામ મંદિર નહીં તો વોટ નહીં' આંદોલને સમાપ્ત નહીં કરે. આ વખતે હિન્દુઓની સરકાર બનશે. બહુ ઝડપથી એ અંગે નિર્ણય થશે કે કોને વોટ આપવાનો છે.
અયોધ્યાઃ વિશ્વ હિન્દુ પરિષદથી અલગ થયા બાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ બનાવનારા પ્રવીણ તોગડિયા રામ મંદિર આંદોલનને વેગ આપવા માટે મંગળવારે નવી રાજકીય પાર્ટીની જાહેરાત કરી શકે છે. સોમવારે તેમણે અયોધ્યામાં આ અંગેના સંકેત આપ્યા હતા.
પ્રવીણ તોગડિયાએ કહ્યું કે તેઓ 'રામ મંદિર નહીં તો વોટ નહીં' આંદોલને સમાપ્ત નહીં કરે. આ વખતે હિન્દુઓની સરકાર બનશે. બહુ ઝડપથી એ અંગે નિર્ણય થશે કે કોને વોટ આપવાનો છે. તેમણે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર વચનપૂરુ ન કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, હવે લોકોને એક નવો વિકલ્પ આપવાનો છે. પ્રવીણ તોગડિયા કહ્યું, જે પણ રામ મંદિર બનાવવાની વાત કરશે, તેમને જ વોટ મળશે.
નોંધનીય છે કે પ્રવીણ તોગડિયા પોતાના સેંકડો સમર્થકો સાથે અયોધ્યામાં છે. તંત્રની મનાઈ છતાં તેમણે સોમવારે સભા કરી હતી. મંગળવારે તેઓ રામકોટની પરિક્રમા કરશે. જે બાદમાં સંકલ્પ સભામાં ભાગ લેશે. તંત્રની મનાઈ છતાં તેઓ સભા કરવા પર અડગ છે.
પ્રવીણ તોગડિયા કહ્યું કે, આ યાત્રા રામ મંદિરના નિર્માણ માટે સરકાર પર દબાણ લાવવા માટે કરવામાં આવી રહી છે. યાત્રાના માધ્યમથી તેઓ ખેડૂતો, વિદ્યાર્થીઓ અને બેરોજગારીના એ મુદ્દા ઉઠાવશે જેમને વચનો તો આપવામાં આવ્યા પરંતુ પૂરા ન કરવામાં આવ્યા.
તોગડિયાના નજીકના લોકો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 23મી ઓક્ટોબરના રોજ તેઓ મોટો રાજકીય નિર્ણય લઈ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પતોનો નવો રાજકીય પક્ષ બનાવશે તેમજ આગામી લોકસભાની ચૂંટણીમાં તેમના ઉમેદવાર પણ ઉભા રાખશે.
તોગડિયાએ રામ મંદિર પર શિવસેનાના વિચારને પણ સમર્થન કર્યુ છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તોગડિયા પોતાની નવી પાર્ટી અને શિવસેના સાથે મળીને ચૂંટણી લડી શકે છે. 25મી ઓક્ટોબરનાં રોજ શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પણ અયોધ્યા પહોંચી રહ્યા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર