પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ

News18 Gujarati
Updated: August 8, 2019, 1:13 PM IST
પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
પ્રણવ મુખર્જી અને અભિનંદનની ફાઇલ તસવીર

  • Share this:
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ભારતના સર્વોચ્ચ નાગરિકનું સન્માન આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હાથે મળશે. પ્રવણ મુર્ખર્જી સમેત પ્રખ્યાત ગાયક ભૂપેન હઝારિકા અને સામાજિક કાર્યકર્તા નાનાજી દેશમુખને પણ મરણોપરંત, આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષની શરૂઆત જ આ ત્રણેયને ભારત રત્ન આપવાની જાહેરાત કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં જન્મેલા પ્રણવ મુખર્જી 1952 થી 1964 સુધી પશ્ચિમ બંગાળ વિધાન પરિષદના સદસ્ય રહ્યા હતા. અને તેમના પિતાના સહયોગથી રાજનીતિ પ્રવેશ મેળવ્યો હતો. આ સિવાય નાનાજી દેશમુખને મરણોપરાંત આ સન્માન આપવામાં આવી રહ્યો છે. તે રાષ્ટ્રીય સેવક સંઘના સદસ્ય હતા. દેશના મોટા વિચારકોમાં તેમની ગણતરી થતી હતી. તેમણે મોટા સ્તરે સમાજસેવાના કામ કર્યા છે. આ સિવાય સિનેમા અને સંગીત કળામાં પોતાનું મહત્તમ યોગદાન આપવા માટે ભૂપેન હજારિકાને પણ સર્વોચ્ચ નાગરિકનું સન્માન આપવામાં આવ્યું છે.

જો કે આ સિવાય ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને પણ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે એરસ્ટ્રાઇક દરમિયાન પાકિસ્તાનમાં અભિનંદનનું વિમાન ક્રેશ થયું હતું. અને તે પછી ભારતે તેમને પાછા માદરે વતન લાવ્યા હતા. ત્યારે આ વખતે અભિનંદનને પણ તેમની વીરતા માટે વીર ચક્રથી સન્માનિત કરવામાં આવી શકે છે.
First published: August 8, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...