ફેક ન્યૂઝ ઉપર સરકાર ગંભીર, હોટસ્ટાર, નેટ ફ્લિક્સ માટે પણ સેન્સર જરુરી: જાવડેકર

News18 Gujarati
Updated: October 3, 2019, 10:45 PM IST
ફેક ન્યૂઝ ઉપર સરકાર ગંભીર, હોટસ્ટાર, નેટ ફ્લિક્સ માટે પણ સેન્સર જરુરી: જાવડેકર
ફેક ન્યૂઝ ઉપર સરકાર ગંભીર, હોટસ્ટાર, નેટ ફ્લિક્સ માટે પણ સેન્સર જરુરી: જાવડેકર

સરકાર એવું કોઈ પગલું નહીં ઉઠાવે જેનાથી મીડિયાની આઝાદી ઓછી થાય - પ્રકાશ જાવડેકર

  • Share this:
ફેક ન્યૂઝ (fake news)ને પેડ ન્યૂઝ (Paid News)ના મુકાબલે વધારે ખતરનાક બતાવવા કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે (Prakash Javadekar) ગુરુવારે કહ્યું હતું કે સરકાર અને મીડિયાએ આ બાબતે સાથે મળીને લડવાની જરુર છે. મંત્રીએ કહ્યું હતું કે સરકાર એવું કોઈ પગલું નહીં ઉઠાવે જેનાથી મીડિયાની આઝાદી ઓછી થાય. સાથે તેમણે કહ્યું હતું કે પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ફિલ્મોની જેમ વેબ સ્ટ્રીમિંગ સાઇટો (ઓટીટી) માટે પણ નિયમ હોવા જરુરી છે.

ઓટીટી મંચોમાં સમાચાર પોર્ટલ, વેબ સ્ટ્રીમિંગ સાઇટ જેવી કે હોટસ્ટાર, નેટ ફ્લિક્સ અને અમેઝોન પ્રાઇમ વીડિયો આવે છે. પત્રકારો સાથે વાતચીત દરમિયાન જાવડેકરે કહ્યું હતું કે મુખ્ય પ્રવાહ મીડિયાની ઘણી સંસ્થાઓએ કહ્યું છે કે ઓટીટી સાથે સમાન સ્તરનો મુકાબલો નથી કારણ કે તેનું કોઈ નિયમન થતું નથી.

આ પણ વાંચો - LOC પર માર્ચ કરવાની તૈયારી કરી રહી છે પાક સેના, ભારતીય સેના આપશે જડબાતોડ જવાબ

પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે મેં સલાહ માંગી છે કે આનાથી કેવી રીતે ઉકેલ લાવવામાં આવે, કારણ કે ઓટીટી ઉપર સતત સિનેમો આવી રહ્યું છે. જેમાં સારું, ખરાબ અને ઘણું ખરાબ પણ છે. ઓટીટી મંચો માટે કોઇ પ્રમાણન સંસ્થા નથી. સમાચાર પોર્ટલ માટે પણ આવી સ્થિતિ છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સરકારે આ સંબંધમાં કોઈ નિર્ણય કર્યો નથી.

સૂચના અને પ્રસારણ મંત્રીએ કહ્યું હતું કે ભારતમાં સમાચાર પોર્ટલ ઝડપથી વધી રહ્યા છે અને તેમાંથી ઘણાના સબ્સક્રાઇબરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. જાવડેકરે ફેક ન્યૂઝને લઈને પણ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ પેડ ન્યૂઝ કરતા પણ વધારે ખતરનાક છે. ફેક ન્યૂઝ રોકવી પડશે અને આ બધાનું કામ છે.
First published: October 3, 2019
વધુ વાંચો
अगली ख़बर