અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત

News18 Gujarati
Updated: November 18, 2018, 4:54 PM IST
અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત
અમૃતસરના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત

પંજાબમાં અમૃતસરના રાજાસાંસીના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો, ધમાકામાં 3 લોકોના મોત થયા અને 20 લોકો ઈજાગ્રસ્ત

  • Share this:
પંજાબમાં અમૃતસરના રાજાસાંસીના નિરંકારી ભવનમાં ગ્રેનેડ હુમલો થયો છે. આ ધમાકામાં 3 લોકોના મોત થયા છે અને 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રવિવારે સવારે મોટરસાઇકલ સવાર 2 લોકો ધાર્મિક ડેરામાં વિસ્ફોટક ફેકીને ફરાર થઈ ગયા હતા. પોલીસના મોટા અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને તપાસ શરુ કરી દીધી છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે 5-5 લાખ રુપિયાની સહાય અને ઈજાગ્રસ્તોને મફત સારવારની જાહેરાત કરી છે. તેમણે ટ્વિટ કરીને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું હતું. તેમણે જિલ્લા પ્રશાસનને બધી જરુરી સહાયતા ઉપલબ્ધ કરાવવા માટે કહ્યું છે.

આ ઘટના બની ત્યારે ત્યાં ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ ઘટના પછી આખા પંજાબમાં હાઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. પોલીસે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી છે.દર રવિવારે હજારોની સંખ્યામાં લોકો પ્રાર્થના અને કીર્તન માટે અધિવાલાના ગામના આ હોલમાં ભેગા થાય છે. જે સમયે ઘટના બની તે સમયે અંદર લગભગ 500 લોકો હાજર હતા. જાણકારી પ્રમાણે સંદિગ્ધોએ નિરંકારી સમાગમના સ્થળે રહેલા સિક્યોરિટી ગાર્ડના લમણે બંદુક રાખી અને અંદર જઈને ગ્રેનેડ ફેક્યો હતો.

હાલ વિસ્ફોટના કારણ વિશે માહિતી મળી નથી. જોકે આંતકવાદી ઘટના વિશે ઇન્કાર કરી શકાય નહીં. છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં આતંકવાદીઓ ધુસ્યા હોવાની માહિતી હતી.

અમૃતસરના નિરંકારી સમાગમ ધમાકા પછી દિલ્હીના બુરાડી સંત નિરંકારી આશ્રમની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ ધમાકા પછી ગુરુદાસપુર, પઠાણકોટ અને આસપાસના વિસ્તારોમાં હાઇએલર્ટ જાહેર કરી દેવાયું છે. ગુરદાસપુરમાં મુસા અને તેની સાથી આતંકીઓના પોસ્ટર દિવાલ પર લગાડી દેવામાં આવ્યા છે.
First published: November 18, 2018, 1:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading