નવી દિલ્હીઃ ગુરુવારે દિલ્હી એનસીઆરમાં જોખમી સ્તરના પ્રદૂષણ પછી, કેટલાક કટોકટીના પગલાં અમલમાં મૂક્યા છે. આ સાથે જ રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે નિર્દેશ આપ્યો છે કે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે અપરાધિક કાર્યવાહી કરવામાં આવે. જ્યારે દિલ્હી સરકારે કહ્યું છે કે, ખાનગી વાહનોને નિયંત્રિત કરવા 'ઓડ-ઇવન' યોજના અમલમાં મૂકવામાં આવે.
રાષ્ટ્રની રાજધાનીમાં તીવ્ર પવનને લીધે, હવાની ગુણવત્તા 'ગંભીર' કેટેગરી માંથી 'અત્યંત ખરાબ' કેટેગરી સુધી પહોંચી ગઈ છે. સર્વોચ્ચ અદાલત દ્વારા નિયુક્ત પર્યાવરણ પ્રદૂષણ નિયંત્રણ સત્તા (ઇપીસીએ), 1 નવેમ્બરથી ઘણી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં, આગામી 10 દિવસો માટે, દિલ્હીવાસીઓને સાર્વજનિક પરિવહનની વિનંતી કરવામાં આવી છે. કારણ કે હવાની ગુણવત્તા વધુ નીચે જવાની શક્યતા છે.
ઓથોરિટી અનુસાર, દિલ્હી-એનસીઆરમાં 40 ટકા પ્રદૂષણ ખાનગી વાહનોમાંથી થાય છે. ઇપીસીએએ આ સમયગાળા દરમિયાન ખાનગી વાહનોનો ઉપયોગ ઘટાડવા અને ડીઝલ વાહનોને સંપૂર્ણપણે રોકવા લોકોને વિનંતી કરી છે. દિલ્હી એનસીઆર ક્ષેત્રમાં કુલ 3.5 મિલિયન ખાનગી વાહનો છે. આ હેઠળ, દિલ્હી સરકારે બુધવારે જણાવ્યું હતું કે તે કટોકટી અમલમાં મૂકવા માટે સંપુર્ણપણે તૈયાર છે. આ વિશે દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું કે, "દિલ્હી સરકાર ગ્રેડિયડ રિસપોન્સ ઍક્શન પ્લાન(જીઆરપી) મુજબ પ્રદૂષણ ઘટાડવા માટે દિલ્હી સરકાર બચાવ સંબંધિત યોજનાઓ અમલમાં મૂકવા તૈયાર છે. તેમાં ઓડ-ઈવન યોજના પણ શામેલ છે."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર