Home /News /india /ધર્મની રાજનીતિથી હિન્દુઓમાં પણ પેદા થશે 'હાફિઝ સઇદ': પ્રકાશ આંબેડકર

ધર્મની રાજનીતિથી હિન્દુઓમાં પણ પેદા થશે 'હાફિઝ સઇદ': પ્રકાશ આંબેડકર

પ્રકાશ આંબેડકર

આ સરકાર ફરી આવશે તો આપણે જે વાત કરી રહ્યા છીએ તે વાત કરવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવશેઃ પ્રકાશ આંબેડકર

    બંધારણના રચયિતા ડો. ભીમરાવ આંબેડકરના પ્રપૌત્ર પ્રકાશ આંબેડકરે ધર્મની રાજનીતિ કરી રહેલા લોકોને ચેતવણીના સ્વરમાં કહ્યું કે, ધર્મનું રાજકારણ જ્યારે બેકાબૂ થાય છે ત્યારે તે બેલગામ પણ થઈ જાય છે. આથી આવી રાજનીતિને રોકવી જરૂરી છે. તેમણે કહ્યું, 'ધર્મની રાજનીતિને રોકવામાં નહીં આવે તો હિન્દુઓ વચ્ચે પણ હાફિઝ સઇદ પેદા થઈ શકે છે.'

    પ્રકાશ આંબેડકરે લશ્કર-એ-તોઇબાના સંસ્થાપક હાફિઝ સઇદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ધર્મના નામે જે થઈ રહ્યું છે તે હિટલરશાહીની જેમ અસ્તિતત્વમાં આવી રહ્યું છે.' ભીમા-કોરેગાંવનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, 'હિન્દુત્વ સંગઠન સાથે જોડાયેલા લોકોએ પછાત જાતિ સાથે જોડાયેલા લોકો પર હુમલો કર્યો. આ એ જ પ્રકારની માનસિક્તા દર્શાવે છે. ધર્મની રાજનીતિ જ્યારે બેકાબૂ થાય છે ત્યારે તે બેલગામ થઈ જાય છે. આને રોકવામાં નહીં આવે તો કાલે ઉઠીને હિન્દુઓમાં પણ અનેક હાફિઝ સઇદ ઉભા થઈ જશે. ધર્મના નામે જે નવી વ્યવસ્થા થઈ રહી છે તે હિટલરશાહી જેવી થઈ રહી છે.'

    આંબેડકરે પછાત જાતિના લોકોને તેમના મતનું મુલ્ય સમજવાનું આહવાન કરતા કહ્યું કે, 'પછાત વર્ગના લોકોએ પોતાનો વોટ ફક્ત પછાત, આદિવાસી અને દલિત વર્ગના ઉમેદવારોને આપીને સત્તાનું સુકાન પોતાના હાથમાં લેવું પડશે. સમાજને લોકતાંત્રિક બનાવવાની જવાબદારી આપણી છે. આ માટે ઓબીસીની નાની-નાની જાતિઓને માન આપવું પડશે. આ સન્માનની લડાઈ છે, અને સન્માનની સાથે સાથે સત્તા પણ મળશે.'

    પ્રકાશ આંબેડકરે ભાજપની સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, 'આ સરકાર ફરી આવશે તો આપણે જે વાત કરી રહ્યા છીએ તે વાત કરવાનો અધિકાર પણ છીનવી લેવામાં આવશે. આથી આપણા અધિકારો તેમજ સંવિધાનની રચના માટે આપણે લડવું પડશે.'
    First published:

    Tags: Bjp government, Constitution, Prakash Ambedkar