કર્ણાટકમાં હંમેશા રહ્યું છે રાજનૈતિક 'નાટક', માત્ર રમનારા જ બદલાઇ છે

  • Share this:
    કર્ણાટકમાં રાજનૈતિક નાટક છેલ્લા કેટલાક દશકોથી દરેક વિધાનસભા ચૂંટણી દરમિયાન જોવા મળ્યું છે. આ ચૂંટણીમાં એક જ એક્ટર અલગ અલગ જગ્યાએ પોતાની વિભિન્ન ભૂમિકાઓમાં દેખાય છે. આ એક્ટર પોતાના તત્કાળ ફાયદા માટે ગઠબંધનને જોડે છે અને તોડે છે. કાલે રાતે મુખ્યમંત્રીની શપથ અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરાવવામાં આવી હતી અને અંતે સુપ્રીમ કોર્ટે બીએસ યેદિયુરપ્પાને શપથ લેવાની મંજૂરી આપી હતી. તેમણે આજે રાજભવનમાં થયેલા એક કાર્યક્રમમાં શપથ લીધી હતી.

    પરંતુ 70 વર્ષના આ નેતાનો ટેસ્ટ ત્યારે શરૂ થયો હતો જ્યારે તે પ્રથમવાર 2007માં મુખ્યમંત્રી બન્યા હતાં ત્યારે સરકાર 7 દિવસ ટકી હતી. આ દરમિયાન બીજેપીને જેડીએસના નેતા કુમારસ્વામીએ ઓફિસમાં 20 મહિના વિતાવ્યાં પછી સરકાર બન્યાંના કેટલાક દિવસોમાં જ સમર્થન પરત ખેંચી લઇને સરકાર પાડી દીધી હતી.

    શહીદોના કાર્ડ સાથે લિંગાયત નેતા યેદિયુરપ્પાએ બીજેપીને વર્ષ 2008માં જીત અપાવી હતી. આ દરમિયાન તેઓ પાંચ નિર્દલીય ધારાસભ્યોની મદદથી મુખ્યમંત્રી બન્યાં હતાં અને તે કર્ણાટકના ઇતિહાસમાં સૌથી અસ્થિર સરકાર રહી હતી. તે દરમિયાન બેલ્લારી રેડ્ડી ભાઇઓનું 35000 કરોડનું માઇનીંગ કૌભાંડ સામે આવ્યું હતું. 2011મા મજબૂર થઇને મુખ્યમંત્રી પદથી રાજીનામું આપી દીધું હતું. આ સરકાર 39 દિવસોમાં પડી ગઇ હતી.

    જે પછી યેદિયુરપ્પાએ બીજેપીમાંથી રાજીનામું આપીને નવી પાર્ટી બનાવી હતી જેનું નામ કર્ણાટક જનતા પાર્ટી (કેજીપી). આ પાર્ટીમાંથી તેમણે 2013 એસેમ્બલીમાં ચૂંટણી લડી. જેમાં તેમની પાર્ટીને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે યેદિયુરપ્પાએ મુંબઇ-કર્ણાટકના વોટ મેળવી લીધા હતાં, જેનાથી બીજેપીને ઘણું નુકશાન થયું હતું. જેનાથી યેદિયુરપ્પાએ ભાજપને પોતાની તાકાત બતાવી દીધી હતી. 2014માં લોકસભા ચૂંટણી પહેલા તેમને અને તેમના સાથીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીધા હતાં.

    યેદિયુરપ્પાને વર્ષ 2016માં રાજ્યના બીજેપી ચીફ બનાવવામાં આવ્યાં હતાં અને થોડા મહિના પછી સીએમ પદ માટેના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતાં.
    Published by:Kaushal Pancholi
    First published: