સરકારે સિદ્ધુને પાક. જવાની મંજૂરી આપી, સિદ્ધુએ કહ્યુ હતુ કે 'મંજૂરી નહીં મળે તો પણ જઈશ'

News18 Gujarati
Updated: November 8, 2019, 7:55 AM IST
સરકારે સિદ્ધુને પાક. જવાની મંજૂરી આપી, સિદ્ધુએ કહ્યુ હતુ કે 'મંજૂરી નહીં મળે તો પણ જઈશ'
સરકારે સિદ્ધુને પાકિસ્તાન જવાની મંજૂરી આપી

પાકિસ્તાન જવા માટે સિદ્ધુ ઘણો આતુર હતો. તેણે ત્રણ વખત સરકારને પત્ર લખીને પાકિસ્તાન જવાની મંજૂરી માંગી હતી

  • Share this:
નવી દિલ્હી : ભારત સરકારે કરતારપુર કોરિડોર (Kartarpur Corridor) ના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા માટે કૉંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ (Navjot Singh Sidhu)ને મંજૂરી આપી દીધી છે. પાકિસ્તાન જવા માટે સિદ્ધુ ઘણો આતુર હતો. તેણે ત્રણ વખત સરકારને પત્ર લખીને પાકિસ્તાન જવાની મંજૂરી માંગી હતી. એટલું જ નહીં સિદ્ધુએ ત્યાં સુધી કહ્યું હતું કે જો સરકાર તેને કોરિડોર દ્વારા મંજૂરી નહીં આપે તો તે વાઘા બોર્ડર (Wagah Border)દ્વારા પાકિસ્તાન જશે.

ગુરુવારે સરકારે 9 નવેમ્બરે ભારત અને પાકિસ્તાનમાં યોજાનાર કાર્યક્રમામં સામેલ થવા માટે નવજોત સિંહ સિદ્ધુને મંજૂરી આપી દીધી છે. 12 નવેમ્બરે ગુરુનાનકદેવ જી નો 550મો પ્રકાશ પર્વ છે. આ વખતે કોરિડોર ખુલવાથી તે વધારે ખાસ બન્યો છે. આ પહેલા પાકિસ્તાને ઉચ્ચાયોગે બુધવારે સિદ્ધુને પાકિસ્તાન જવા માટે વિઝા જાહેર કર્યા હતા. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને 9 નવેમ્બરે કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન માટે સિદ્ધુને નિમંત્રણ મોકલ્યું હતું.

આ પણ વાંચો - JEE એક્ઝામના મુદ્દે બીજેપીએ મમતાને વળતો જવાબ આપ્યો, વિજયવર્ગીયએ કહ્યું -‘ડિવાઇડર દીદી’

સિદ્ધુને જ્યારે બુધવાર સુધી મંજૂરી ન મળી હતી ત્યારે ગુરુવારે વિદેશ મંત્રીને એસ જયશંકરે લખેલા ત્રીજા પત્રમાં કહ્યું હતું કે જો તેને કરતારપુર કોરિડોરના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થવા સરકાર તરફથી મંજૂરી નહીં મળે તો સામાન્ય નાગરિકની જેમ તે પણ જશે. આ સંબંધમાં જો કોઈ પ્રકારનો જવાબ નહીં આવે તો તે પાકિસ્તાન ચાલ્યો જશે.

ભારતે સરકારે પહેલા સ્પષ્ટ કરી દીધું હતું કે પાકિસ્તાન સરકાર દ્વારા આમંત્રિત કરેલ બધા લોકોને પહેલા રાજનીતિક મંજૂરી લેવી પડશે. જેથી સિદ્ધુએ પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર પાસે કાર્યક્રમમાં ભાગ લેવાની મંજૂરી માંગી હતી.

આ પણ વાંચો : કેન્સરના દર્દીઓ માટે મોટા સમાચારા, 5 વર્ષ પહેલાથી જાણી શકાશે આ બીમારી વિશે
First published: November 7, 2019
વધુ વાંચો
अगली ख़बर