મિત્ર સામે દુષ્કર્મ કેસ પરત ખેંચવા માંગતી મહિલા પર પોલીસ અધિકારીએ આચર્યું દુષ્કર્મ

News18 Gujarati
Updated: November 24, 2018, 3:58 PM IST
મિત્ર સામે દુષ્કર્મ કેસ પરત ખેંચવા માંગતી મહિલા પર પોલીસ અધિકારીએ આચર્યું દુષ્કર્મ
ન્યૂઝ18 ક્રિએટિવ

બળાત્કારી યુવક પોતાનો મિત્ર જ હોવાનું જણાવી મહિલાએ બાદમાં બળાત્કારની ફરિયાદ પરત ખેંચી લેવાનું જણાવ્યું હતું.

  • Share this:
થાણેઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લાના એક પોલીસ અધિકારી સામે દુષ્કર્મનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ ઓફિસરે 23 વર્ષની મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ તેના એક મિત્ર પર દુષ્કર્મનો કેસ કર્યો હતો. બાદમાં મહિલા તેના મિત્ર પર બળાત્કારનો કેસ પરત ખેંચવા માંગતી હતી.

ભિવિંડ તાલુકાની કોંગન પોલીસના જણાવ્યા પ્રમાણે પોલીસ અધિકારી રોહન ગોંજારી સામે આઈપીસીની ધારા 376 અને 506 પ્રમાણે કેસ દાખલ કરવામાં આવ્યો છે.

મળતી માહિતી પ્રમાણે બળાત્કાર પીડિતાએ તેના મિત્ર સામે મુંબઈના માનખુર્દ પોલીસ મથકમાં બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. બાદમાં આ ફરિયાદને તપાસ માટે માનખુર્દથી શાંતિનગર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ હવે તો હદ થઈ! અમદાવાદમાં વધુ એક બાળકીની શારીરિક છેડતી

બળાત્કારી યુવક પોતાનો મિત્ર જ હોવાનું જણાવી મહિલાએ બાદમાં બળાત્કારની ફરિયાદ પરત ખેંચી લેવાનું જણાવ્યું હતું.

આ સમયે શાંતિનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ઇન્સપેક્ટર ગોંજારી ફરજ બજાવતા હતા. મહિલાએ જ્યારે પોલીસ અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેમણે મહિલાના મિત્રને છોડી દેવાની વાત કરી હતી તેમજ 16મી ઓગસ્ટના રોજ મહિલાને રજનોલી બાયપાસ ખાતે મળવા બોલાવી હતી.બાદમાં પોલીસ ઇન્સપેક્ટર મહિલાને અહીંથી કલ્યાણ ખાતે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. મહિલાએ આ અંગે 21મી નવેમ્બરના રોજ કોંગલ પોલીસનો સંપર્ક ર્યો હતો. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
First published: November 24, 2018, 2:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading