ભારતીય સરહદમાં ઘૂસેલા પાકિસ્તાનના હેલિકોપ્ટરમાં હતા 'PoKના પીએમ'

ફારુખ હૈદર ખાન

ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયાનું જાણ્યા બાદ સરહદ નજીક રહેલી ત્રણ ચોકી પરથી હેલિકોપ્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.

 • Share this:
  નવી દિલ્હીઃ ભારતના સરહદમાં ઘૂસી ગયેલા પાકિસ્તાનના હેલિકોપ્ટરને લઇને ચોંકવનારો ખુલાસો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે જમ્મૂ-કાશ્મીરના પૂછ જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલમાં અંદર ઘૂસી આવેલા હેલિકોપ્ટરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનાં નેતા ફારુખ હૈદર ખાન હતા.

  જમ્મુમાં સેનાના પીઆરઓ અધિકારી લેફ્ટિનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું કે હેલિકોપ્ટરે બપોરે આશરે 12:10 વાગ્યે હવાઇ ક્ષેત્રનું ઉલ્લંખન કર્યું હતું. તેમણે કહ્યું, "મોરચા પર તહેનાત જવાનોએ નાના હથિયારથી તેનો સમાનો કર્યો હતો."

  જ્યારે પાકિસ્તાનની સમાચાર એજન્સી આઝ ન્યૂઝે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, પીઓકેના વડાપ્રધાન હોવાનો દાવો કરનાર પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા હૈદર શનિવારે હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહ્યા હતા, આ સમયે તેમનું હેલિકોપ્ટર ભૂલથી ભારતીય સરહદમાં ઘૂસી ગયું હતું.

  રોયટર્સના રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ફારુખ હૈદર ખાને કહ્યું કે, લાઇન ઓફ કંટ્રોલ પાસે અસૈન્ય હેલિકોપ્ટર પર ભારતીય સેનાએ ફાયરિંગ કર્યું હતું. ખાનના કાર્યાલય તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું કે, "ભારતીય સેનાએ એવું બતાવવા માટે ફાયરિંગ કર્યું હતું કે પાકિસ્તાને ભારતીય હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યું હતું." તેની સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે જે સમયે હેલિકોપ્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે તે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રમાં જ હતું.

  સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓના હવાલેથી જણાવ્યું કે, સફેદ રંગનું હેલિકોપ્ટર ગુલપુર ક્ષેત્રમાં સીમા પાર આવીને અહીં થોડા સમય માટે ઉડતું રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન થયાનું જાણ્યા બાદ સરહદ નજીક રહેલી ત્રણ ચોકી પરથી હેલિકોપ્ટર પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
  Published by:Vinod Zankhaliya
  First published: