પાકિસ્તાની છોકરો ભૂલથી કાશ્મીરમાં આવી ગ્યો, ભારતે મીઠાઇ આપી પાછો મોકલ્યો

પ્રતિકાત્મક તસવીર

 • Share this:
  એક તરફ જમ્મુ-કાશ્મીરમાં ભારત-પાકિસ્તાન સરહદ પર તંગદિલીભરી પરિસ્થિતિ છે ત્યારે એક આવા પણ સમાચાર આવ્યા છે. 11 વર્ષનો એક છોકરો પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં ભારત હસ્તકનાં કાશ્મીરમાં ભૂલથી આવી ચડ્યો હતો. ચાર દિવસ પહેલા આ છોકરો ભારતની હદમાં આવી ગયો હતો.

  સૂત્રોના જણાવ્યા અનુસાર, આ છોકરો જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આવી ગયો હતો. તેનું નામ મોંહમદ અબ્દુલ્લા હતું. ભારતીય સેનાએ તેને 24 જૂનનાં રોજ પૂંચના દેગવાર વિસ્તારમાંથી ઝડપ્યો હતો અને ત્યારબાદ તેને જમ્મુ-કાશ્મીર પોલીસને સોંપી દીધો હતો. ભારતીય પ્રસાશને આ છોકરાને મીઠાઇ આપીને પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં તેના ઘરે મીઠાઇ આપીને પાછો મોકલી દીધો હતો.

  ભારતીય સેનાનાં પ્રવક્તાએ જણાવ્યુ કે, અબ્દુલ્લાને માનવીય ધોરણના આધારે મુક્ત કરવામાં આવ્યો હતો. તે ખૂબ યુવાન છે અને ભારત-પાકિસ્તાન વચ્ચે સંબધો સુધરે એ પ્રયાસના ભાગ રૂપે આ માનવીય અભિગમ દાખવવામાં આવ્યો છે. ભારતીય સેના તેના મૂલ્યો માટે જાણીતી છે અને કટોકટીના સમયમાં પણ નિર્દોષ નાગરિકો પ્રત્યે સંવેદનશીલતા જાળે છે.
  ભારતીય સેનાએ આ બાળકને નવા કપડા અને મીઠાઇ આપી હતી અને તેના ઘરે વિદાય આપી હતી.
  Published by:Vijaysinh Parmar
  First published: