PNBકૌભાંડઃ નીરવ મોદીની કંપનીઓમાંથી જપ્ત કરાયેલા હીરા-જવેરાતના મૂલ્યને લઈ વેલ્યુઅરોમાં અસમંજસ

News18 Gujarati
Updated: February 20, 2018, 7:12 PM IST
PNBકૌભાંડઃ નીરવ મોદીની કંપનીઓમાંથી જપ્ત કરાયેલા હીરા-જવેરાતના મૂલ્યને લઈ વેલ્યુઅરોમાં અસમંજસ
નીરવ મોદીની કંપનીઓમાંથી જપ્ત કરાયેલા હીરા-જવેરાતના મૂલ્યને લઈ વેલ્યુઅરોમાં અસમંજસ.

  • Share this:
હાલમાં બહાર આવેલા પીએનબીકૌભાંડને લઈ સુરતમાં નીરવ મોદીનાં જુદાં જુદાં સ્થાનો પર ઇડી અને સીબીઆઇ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા દરમિયાન નીરવ મોદીની કંપનીઓમાંથી મળી આવેલા મોટા જથ્થામાં હીરા-જવેરાતને સીઝ કરવામાં આવ્યા હતા, જેનું મૂલ્ય રૂ.1300 કરોડની જેટલું બતાવવામાં આવે છે, પરંતુ એના મૂલ્ય વિશે વેલ્યુઅરોમાં અસમંજસની સ્થિતિ ઊભી થઈ છે.

પીએનબીમાં રૂ.11356 કરોડના કૌભાંડ પછી સરકાર સખ્તાઈથી વર્તતા ઇડી અને CBI હરકતમાં આવી છે. બન્ને દ્વારા નરેવ મોદીનાં દેશભરનાં અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં સુરતની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સુરતની કંપનીઓમાં પાડવામાં આવેલા દરોડામાં મોટી માત્રામાં હીરા-જવેરાત જપ્ત કરવામાં આવ્યા છે, જેની કિંમત રૂ.1300 કરોડ બતાવવામાં આવી છે. આ હીરા-જવેરાત, ડાયમંડની તપાસ સરકારના વેલ્યુઅરો દ્વારા કરવામાં આવી છે. આ વેલ્યુએશનસંબંધી વાતથી ખબર પડી કે લંડનની કંપની રેપા પોર્ટ દ્વારા દર અઠવાડિયાના શુક્રવારે એક વેલ્યુએબલ પ્રાઇસ નક્કી કરવામાં આવે છે, એના આધાર પર જ બીજી કંપનીઓના હીરા-જવેરાતની વેલ્યુ નક્કી થાય છે.

આ બાબતમાં વધુ માહિતી પ્રાપ્ત કરવા અમારી ટીમે જ્યારે સુરત ડાયમંડ એસો.ના પૂર્વના પ્રમુખનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે ડાયમંડનું સાચું મૂલ્ય નક્કી કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે. ડાયમંડ વિશ્વની સૌથી સખત વસ્તુઓમાંની એક છે. ડાયમંડનું મૂલ્ય નક્કી કરવા માટે એનાં કલર, આકાર પર ધ્યાન આપવું પડે છે અને જ્યાં સુધી નીરવ મોદીને ત્યાંથી જપ્ત કરાયેલા ડાયમંડ અને જ્વેલરીની વાત કરવામાં આવે તો એને હજુ સુધી જોઈ નથી, તેથી એનું મૂલ્ય કહેવું મુશ્કેલ છે.

ડાયમંડના મૂલ્ય માટે ઉદ્યોગકારોની વાત માનવામાં આવે તો એમાં વધુ અનુભવની જરૂરી પડે છે, પરંતુ નીરવ મોદીના મામલામાં સરકારના વેલ્યુઅરો દ્વારા કરવામાં આવેલું વેલ્યુએશન સાચું છે કે ખોટું એ તો સમય જ બતાવશે.
First published: February 20, 2018, 7:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading