ભારતના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન જવા દઈશ નહીં: PM મોદી

News18 Gujarati
Updated: October 19, 2019, 6:22 PM IST
ભારતના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન જવા દઈશ નહીં: PM મોદી
ભારતના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન જવા દઈશ નહીં: PM મોદી

હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નરેન્દ્ર મોદીએ સિરસાના એલનાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી

  • Share this:
સિરસા : હરિયાણા વિધાનસભા ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે નરેન્દ્ર મોદી (Narendra Modi)એ સિરસાના એલનાબાદમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે ભારત (India)ના ભાગના પાણીનું એક ટીપું પણ પાકિસ્તાન (Pakistan)જવા દઈશ નહીં. આ ભારતના ખેડૂતોના ભાગનું પાણી છે અને તેનો ઉપયોગ દેશના લોકોની જરુરિયાતને પુરો કરવા માટે કરવામાં આવશે. પીએમ મોદીએ ઇશારો-ઇશારોમાં કૉંગ્રેસ અને સ્થાનીય પાર્ટીઓ પર નિશાન સાધતા કહ્યું હતું કે પૂર્વની સરકારોના સમયે ભારતના ભાગનું પાણી પાકિસ્તાન જતું હતું. તે સમયની સરકારે આ પાણીને રોકવા માટે એક ડેમ બનાવવાની વાત પણ વિચારી ન હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે હરિયાણાનો ખેડૂત પાણી માટે તરસી રહ્યો છે. અહીંના ખેતર તરસ્યા રહે અને પાકિસ્તાનના ખેતરોમાં હરિયાળી બની રહે તે કેવી રીતે બની શકે. ભારતના ભાગનું પાણી પાકિસ્તાનમાં કોઇપણ ભોગે જવા દઈશ નહીં.

આ પણ વાંચો - PM મોદીએ કહ્યુ, આર્ટિકલ 370નો ઉલ્લેખ થતાં કૉંગ્રેસનું પેટ દુખવા લાગે છે
પીએમ મોદીએ કહ્યું હતું કે આગામી પાંચ વર્ષોમાં ખેડૂતોને પાણી મળે, હરિયાણાની માતા-બહેનોને ઘરમાં પાણી મળી રહે. પાણીની જરુરિયાત પુરી કરવા માટે 3.5 લાખ કરોડ રુપિયા ખર્ચ કરવામાં આવશે. વર્ષ 2022 સુધી ખેડૂતોની આવક ડબલ કરવા અમારી સરકાર સંકલ્પબદ્ધ છે. પીએમે કહ્યું હતું કે ખેડૂતોના ખાતામાં કરોડો રુપિયા જમા થઈ ગયા છે. ફસલ વીમા યોજના દ્વારા ખેડૂતોને કરોડો રુપિયાની મદદ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રીએ પોતાના ભાષણમાં કૉંગ્રેસ અને આઈએનએલડી વચ્ચે પડેલી તિરાડ ઉપર પણ ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે આ લોકોમાં કોઈ સિદ્ધાંતને લઈને લડાઈ નથી. તેમની વચ્ચે મલાઇ ખાવાની લડાઇ ચાલી રહી છે. આ વિરાસતના નામે જનતાને લુટવાનું કામ કરે છે. આ લુટનારને ઘરે મોકલો. કૉંગ્રેસના જમાઈને જમીન જોઈએ તો તે પણ હરિયાણા આવે છે.
First published: October 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading