PM મોદીનો મમતા પર પ્રહાર, કહ્યું - લુટારાઓને બચાવવા પ્રથમ વખત કોઈ CM ધરણાં પર બેઠા

News18 Gujarati
Updated: February 8, 2019, 5:57 PM IST
PM મોદીનો મમતા પર પ્રહાર, કહ્યું - લુટારાઓને બચાવવા પ્રથમ વખત કોઈ CM ધરણાં પર બેઠા
PM મોદીનો મમતા પર પ્રહાર

પશ્ચિમ બંગાળના માયાનાગુડીમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું

  • Share this:
પશ્ચિમ બંગાળના માયાનાગુડીમાં એક રેલીને સંબોધિત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યમંત્રી લુટારાઓને બચાવવા માટે ધરણાં પર બેઠા. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી સીબીઆઈની રેડ સામે આ સપ્તાહે ત્રણ દિવસો સુધી કોલકાતામાં ધરણાં પર બેઠા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે દેશના ઇતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યું છે કે કોઈ મુખ્યમંત્રી હજારો ગરીબોને લુટનારના પક્ષમાં દિન-દહાડે ધરણાં ઉપર બેસી જાય. પીએમ મોદીએ ફરી એક વખત મહાગઠબંધન ઉપ હુમલો કરતા કહ્યું હતું કે તેમની પાસે વિઝન નથી. ગઈકાલે લોકસભામાં મેં તેમને જેવા મહામિલાવટ કહ્યા તો આ લોકોએ હંગામો શરુ કરી દીધો હતો. જ્યારે-જ્યારે દેશની તેમની હકિકત બતાવવામાં આવે છે ત્યારે આવી રીતે જ હંગામો કરે છે. તેમની પાસે દેશ માટે કોઈ વિઝન નથી.

આ પણ વાંચો - PM કિસાન સન્માન નિધિ યોજના: આવી રીતે જાણો 6000 રુપિયા મળશે કે નહીં?

નરેન્દ્ર મોદીએ રેલી દરમિયાન ભારત-બાંગ્લાદેશની સરહદનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે પૂર્ણ બહુમતની સરકારને કારણે જ આજે દેશના વિકાસને ગતિ મળી રહી છે. જો તમે સાડા ચાર વર્ષ પહેલા એક મજબૂત સરકાર માટે વોટ આપ્યો ન હોત તો દાયકાથી લટકેલો ભારત-બાંગ્લાદેશ સરહદ વિવાદ આજે પણ ઉકેલાયો ન હોત.
First published: February 8, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading