Home /News /india /

વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં મોદી પ્રથમ સ્થાને, દ. કોરિયાએ આપ્યું આ સન્માન

વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાં મોદી પ્રથમ સ્થાને, દ. કોરિયાએ આપ્યું આ સન્માન

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

'સિઓલ પીસ પ્રાઇઝ કલ્ચરલ ફાઉન્ડેશન'ના ચેરમેને આ અંગેની જાહેરાત કરી હતી. વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાંથી વડાપ્રધાન મોદીના નામ પર 12 લોકોની કમિટીએ સહમતી દર્શાવી હતી.

  નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'સિઓલ પીસ પ્રાઇસ 2018' માટે પસંદગી કરવામાં આવી છે. આ સન્માન તેમને આંતરરાષ્ટ્રીય સહકાર, ગ્લોબલ આર્થિક પ્રગતિ અને ભારતના લોકોના માનવ વિકાસને ઝડપી બનાવવા માટે પ્રતિબદ્ધતા બતાવવા માટે આપવામાં આવી રહ્યો છે. સિઓલ પીસ પ્રાઇઝ કલ્ચરલ ફાઉન્ડેશનના ચેરમેને આ અંગેની જાહેરાત કરી હતી.

  ખાસ વાત એ છે કે વિશ્વના 100 પ્રભાવશાળી લોકોમાંથી વડાપ્રધાન મોદીના નામ પર 12 લોકોની કમિટીએ સહમતી દર્શાવી હતી. આ ફાઉન્ડેશન દર વર્ષે, રાજનીતિ, બિઝનેસ લીડર્સ, ધાર્મિક નેતા, પત્રકાર, કલાકાર, સ્પોર્ટ્સ પર્સન વગેરેમાંથી એક વિજેતાની પસંદગી કરી છે.

  આ પણ વાંચોઃ 2019માં PM મોદીને 'ઘેરવાની રણનીતિ' બનાવી રહ્યાં છે રાહુલ, અખિલેશ અને તેજસ્વી

  તાજેતરમાં મોદીને મળ્યો હતો 'ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ' એવોર્ડ

  નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મોટો પર્યાવરણ સન્માન મળ્યું હતું. સંયુક્ત રાષ્ટ્ર સંઘે વડાપ્રધાન મોદી અને ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમ્યુઅલ મેક્રોનને સંયુક્ત રીતે આ પુરષ્કાર આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય તેમજ ગઠબંધનનું નેતૃત્વ કરવા તેમજ 2022 સુધી ભારતને પ્લાસ્ટિક મુક્ત કરવાના સંકલ્પ માટે નરેન્દ્ર મોદીને આ સન્માન પ્રાપ્ત થયું હતું. મોદી ઉપરાંત પાંચ અન્ય વ્યક્તિ અને સંગઠનનું સંસ્થાએ સન્માન કર્યું હતું.

  શું છે આ પુરષ્કાર?

  'સિઓલ પીસ પ્રાઈઝ'ની શરૂઆત 1990માં દક્ષિણ કોરિયાના સિઓલ શહેર ખાતે યોજાયેલાં 24માં ઓલમ્પિક ગેમ્સની સફળતા બાદ થઈ હતી. ઈન્ટરનેશનલ ઓલમ્પિક કમિટીના પૂર્વ ચેરમેન જુઆન એન્ટોનિયોને સૌપ્રથમ વખત આ એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ UNના પૂર્વ સેક્રેટરી જનરલ કોફી અન્નાન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલને પણ મળી ચુક્યો છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: South korea, એવોર્ડ, નરેન્દ્ર મોદી, ભારત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन