Gandhi @150: પીએમ મોદી-રાહુલ ગાંધીએ રાજઘાટ ખાતે 'બાપુ'ને આપી પુષ્પાંજલિ

News18 Gujarati
Updated: October 2, 2018, 10:36 AM IST
Gandhi @150: પીએમ મોદી-રાહુલ ગાંધીએ રાજઘાટ ખાતે 'બાપુ'ને આપી પુષ્પાંજલિ
રાજઘાટ ખાતે મોદી

ગાંધીજી ઉપરાંત આજે 'જય જવાન જય કિશાન'નો નારો આપનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે.

  • Share this:
નવી દિલ્હીઃ  રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિના ઉત્સવને દેશ-વિદેશમાં ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. ગાંધીજી ઉપરાંત આજે 'જય જવાન જય કિશાન'નો નારો આપનારા પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મ દિવસ છે. ગાંધી જયંતિના પ્રસંગે દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે નવી દિલ્હી ખાતે આવેલા બાપુના સમાધી સ્થળ 'રાજઘાટ' ખાતે પીએમ મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વચ્છતા પુરસ્કારનું વિસ્તરણ કરશે. આ દરમિયાન વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. ગાંધીજીની 150મી જન્મ જયંતિ પર વડાપ્રધાન રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા જ સેવા અભિયાન'નું સમાપન કરશે.

મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાં આવેલા સેવાગ્રામ આશ્રમ પહોંચશે. અહીં કોંગ્રેસ વર્કિંગ કમિટિ સાથે બેઠક કરશે. ભારતીય કિસાન યુનિયનના બેનર હેઠળ હજારો ખેડૂતો પોતાની માંગ સાથે બીજી ઓક્ટોબરના રોજ દિલ્હી પહોંચશે. ખેડૂતોની માંગણી છે કે વર્ષ 2014માં 2014માં મોદી સરકાર અસ્તિત્વમાં આવી હતી તે પહેલા સરકારે ચૂંટણી ઢંઢેરામાં જે વચનો આપ્યા હતા તેને પૂરા કરવામાં આવે.
First published: October 2, 2018, 8:04 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading