Home /News /india /

પેટ્રોલ-ડીઝલની કિંમતો પર મોદીએ કરી બેઠક, તેલ ઉત્પાદક દેશોને આપી આવી સલાહ

પેટ્રોલ-ડીઝલની કિંમતો પર મોદીએ કરી બેઠક, તેલ ઉત્પાદક દેશોને આપી આવી સલાહ

પેટ્રોલ-ડીઝલની કિંમતો પર PM મોદીએ કરી બેઠક

પ્રધાનમંત્રીએ બીજા બજારોની જેમ કાચા તેલના બજારમાં ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે મજબુત ભાગીદારી સ્થાપિત કરવા પર ભાર આપ્યો

    કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોના ઉછાળા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલ ઉત્પાદકો અને ખરીદનાર દેશો વચ્ચે ભાગીદારીના સંબંધ પર ભાર આપ્યો છે. જેથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવામાં મદદ મળી શકે. મોદીએ તેલ ઉત્પાદક દેશોને પણ અપીલ કરી છે કે તે પોતાના નિવેશ યોગ્ય રકમને વિકાસશીલ દેશોના તેલ ક્ષેત્રના વાણિજ્યિક લાભ માટે લગાવે. પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જારી કરેલ એક વ્યક્તવ્યમાં આ જાણકારી આપવામાં આવી હતી.

    પ્રધાનમંત્રી મોદીએ સોમવારે રાજધાનીમાં તેલ અને ગેસ ક્ષેત્રની દેશી-વિદેશી કંપનીઓના મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને જાણકારો સાથેની વાતચીત દરમિયાન આ સલાહ આપી હતી.

    પ્રધાનમંત્રીએ વાતચીતમાં તેલ અને ગેસ બજારમાં ભારતની ઉલ્લેખનીય સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેલ બજાર હાલ ઉત્પાદકોના હિસાબે ચાલી રહ્યું છે. કાચા તેલની ઉત્પાદનની માત્રા અને તેની કિંમત ઉત્પાદક દેશ જ નક્કી કરે છે.

    પ્રધાનમંત્રીએ બીજા બજારોની જેમ કાચા તેલના બજારમાં ઉત્પાદકો અને ગ્રાહકો વચ્ચે મજબુત ભાગીદારી સ્થાપિત કરવા પર ભાર આપ્યો હતો. જેનાથી વૈશ્વિર અર્થ વ્યવસ્થામાં સ્થિરતા આવશે.

    પ્રધાનમંત્રીએ ભારતના ખાસ નીતિગત મુદ્દા તરફ જાણકારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કાચા તેલના ગ્રાહક દેશોને કાચા તેલની ઉંચી કિંમતોના કારણે ઘણા પ્રકારના આર્થિક પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. તેલ ઉત્પાદક દેશોએ પોતાની પાસે ઉપલબ્ધ રોકાણ યોગ્ય બચતોને વિકાસશીલ દેશોમાં તેલ ક્ષેત્રમાં વાણિજ્યિક લાભ માટે લગાવવી જોઈએ.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Petrol diesel, Petrol-diesel-price, નરેન્દ્ર મોદી

    આગામી સમાચાર