દેશમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી, પીએમ મોદીની અધિકારીઓ સાથે મહત્વની બેઠક

દેશમાં કોરોનાને કારણે સ્થિતિ બગડી, પીએમ મોદીની અધિકારીઓ સાથે મહત્વની બેઠક

 • Share this:
  નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસની મહામારીનો કહેર યથાવત છે. દરેક દિવસે કોરોના કેસના આંકડાઓમાં વધારો થઇ રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કેન્દ્ર સરકારના અનેક અધિકારીઓ સાથે બેઠક કરી કોવિડ-19ની હાલની સ્થિતિ અને રસીકરણ મુદ્દે સમીક્ષા કરી રહ્યા છે. આ માહિતી પ્રધાનમંત્રી કાર્યાલયના સૂત્રો પાસેથી મળી છે.

  પ્રધાનમંત્રીએ તાજેતરમાં રાજ્યપાલ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સાથે રાજ્યપાલો અને ઉપ રાજ્યપાલો સાથે કોવિડ-19ની સ્થિતિ અંગે ચર્ચા કરવા બેઠક યોજી હતી. આ પહેલા તેમણે મુખ્યમંત્રીઓ સાથે બે બેઠક કરી હતી. દેશમાં શનિવારે કોવિડ-19 ના નવા 2,34,692 કેસ આવ્યા બાદ અત્યાર સુધીમાં સંક્રમિત લોકોની સંખ્યા વધીને 1,45,26,609 પર પહોંચી ગઈ છે, જ્યારે એક જ દિવસમાં મૃત્યુની મહત્તમ સંખ્યા 1,341 છે.આ પછી, કુલ મૃત્યુઆંક વધીને 1,75,649 થઈ ગઈ છે.  કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના શનિવારે સવારે આઠ વાગ્યે અપડેટ થયેલા આંકડા મુજબ, દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 16 લાખને વટાવી ગઈ છે. સતત 38માં દિવસે ચેપના કેસોમાં વધારો થયો છે. દેશમાં સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 16,79,740 થઈ છે, જે ચેપના કુલ કેસોના 11.56 ટકા છે, જ્યારે ચેપગ્રસ્ત લોકોની પુન પ્રાપ્તિનો દર ઘટીને 87.23 ટકા થઈ ગયો છે.

  આ બીમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,26,71,220 થઇ ગયો છે. અને મૃત્યુ દર ઘટીને 1.21 ટકા થયો છે.
  Published by:kuldipsinh barot
  First published:April 17, 2021, 21:55 pm