PM મોદી કેદારનાથની ગુફામાં કરી રહ્યાં છે શિવ સાધના

પ્રધાનમંત્રીને હાલમાં બંને યાત્રા ધામોની મુલાકાત લેવાની પરવાનગી ચુંટણી પંચ તરફથી મળી ગઇ છે.

News18 Gujarati
Updated: May 18, 2019, 5:35 PM IST
PM મોદી કેદારનાથની ગુફામાં કરી રહ્યાં છે શિવ સાધના
પ્રધાનમંત્રીને હાલમાં બંને યાત્રા ધામોની મુલાકાત લેવાની પરવાનગી ચુંટણી પંચ તરફથી મળી ગઇ છે.
News18 Gujarati
Updated: May 18, 2019, 5:35 PM IST
કેદારનાથ: પ્રધાનમંત્રી મોદીએ કેદારનાથનાં દર્શન, પૂજા અર્ચના કર્યા બાદ તેઓ હવે શિવ સાધના કરવા બેઠા છે તેઓ ગુફામાં ધ્યાન ધરી રહ્યાં છે. ઉત્તરાખંડનાં કેદારનાથમાં પૂજા બાદ PMએ કરી રહ્યાં છે સાધના PM મોદીએ કેદારનાથનાં દર્શન કરી ત્યાં પૂજા અર્ચના પણ કરી લીધી છે. PM મોદી અહીં જ રાત્રી  રોકાણ પણ કરવાનાં છે.  અહીં તેઓ જે ગુફામાં ધ્યાન ધરવા બેઠા છે તે  12250 ફૂટ ઊંચાઇએ આવેલી છે.

કેદારનાથમાં વાદળછાયુ વાતાવરણ હોવાને કારણે જ્યારે તેઓ મંદિરથી ગુફા તરફ સાધના કરવા જઇ રહ્યાં હતાં ત્યારે તેમને અને તેમનાં કાફલાએ છત્રી લીધી હતી. મોદી આ સમયે સફેદ કલરનાં પહાડી કપડાંમાં નજર આવ્યા હતાં તેમણે ભગવા રંગનો કમરબંધ બાધ્યો હતો.
જોકે મંદીર પરિસરથી ગુફા સુધી જવાનો રસ્તો દોઢ કિલોમિટર હોવાથી મોદી તે રસ્તો ચાલતા ચાલતા ગયા હતાં અને તેમણે ત્યારે કેદારનાથમાં આવેલાં વિનાશ બાદ ત્યાં ચાલી રહેલાં રોડ રસ્તાનાં કામનું રિવ્યૂ પણ કર્યુ હતું. આ બાદ તેઓ ગુફામાં પહોચશે અને અહીં જ ધ્યાન ધરશે.

લોકસભા ચૂંટણીનાં અંતિમ ચરણમાં મતદાન પહેલાં ચૂંટણી પ્રચાર અટક્યો છે. તમામ પાર્ટીઓ હવે 19 મેનાં થનારા મતદાન પર નજર અટકાવીને બેઠી છે. 19 મેનો દિવસ પણ ઘણો જ ખાસ છે. કારણ કે મતદાન બાદ એક્ઝિટ પોલ પણ આવવાનાં છે. આ વચ્ચે પ્રધાનમંત્રી મોદી આજે 18મેનાં રોજ કેદારનાથ અને 19 મેનાં રોજ બદ્રીનથ ધામનાં દર્શન કરવા જઇ રહ્યાં છે. તો ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગુજરાતમાં સોમનાથ મંદિર જશે. કહેવાય છે કે, પ્રધાનમંત્રી ને આ બંને યાત્રા ધામ પર જવા માટે ચૂંટણી પંચ તરફથી પરવાનગી મળી ગઇ છે.પ્રધાનમંત્રીનો પ્રોગ્રામ 
18 મે, 2019
9:10 કેદારનાથમાં આગમન
9:30થી 10:00 કેદારનાથ મંદિરમાં પૂજા-અર્ચના
10:00થી 10:50 પુનઃનિર્માણ કાર્યોનું નિરીક્ષણ
11.00 સેફ હાઉસ માટે રવાના
11:30 નેતાઓ-અધિકારીઓ સાથે બેઠક, વિકાસકાર્યોની સમીક્ષા
11:30થી 12:00 રેસ્ટ હાઉસ માટે રવાના

19 મે, 2019
7:00 રેસ્ટ હાઉસથી કેદારનાથ રવાના
7:30થી 8:00 પૂજા-અર્ચના
8:15 કેદારનાથથી સેફ હાઉસ રવાના
8:50 કેદારનાથથી બદ્રીનાથ માટે રવાના
9:35 બદ્રીનાથમાં આગમન
9:55થી 10:30 બદ્રીનાથમાં પૂજા-અર્ચના
10:50 બદ્રીનાથથી રવાના
11:45 જૌલીગ્રાંટથી દિલ્હી માટે રવાનાચૂંટણી પંચ તરફથી પ્રધાનમંત્રી કાર્યાલયને તે પણ યાદ અપાવવામાં આવ્યું છે કે, લોકસભા ચૂંટણી 2019ની આચાર સંહિતા લાગૂ થઇ ગઇ છે. પ્રધાનમંત્રી કાર્યાલયે ચૂંટણી પંચને પ્રધાનમંત્રીની યાત્રાને લઇને તેમનું વલણ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે. તેનાં જવાબમાં ચૂંટણી પંચે ઉતરાખંડ સ્થિત કેદારનાથઅને બદ્રીનાથ ધામમાં યાત્રાની અનુમતિ આપી દીધી છે. સાથે જ કોઇપણપ્રકારનું ચૂંટણી આચાર સંહિંતાનું ઉલ્લંઘન કરવું નહીં.

 ડીજી લો એન્‍ ડ ઓર્ડર અશોક કુમારનું કહેવું છે કે, કેદારનાથ અને બદ્રીનાથ ધામમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. સૂત્રોનાં હવાલે જાણીએ તો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેદારનાથમાં રાત્રી રોકાણ કરશે.તેમનું કેદારનાથમાં રાત્રી રોકાણની વયવસ્થા કરવામાં આવી ગઇ છે. હાલમાં જ PM મોદીએ કહ્યું કે, પાંચ વર્ષનાં કાર્યકાળ બાદ પ્રધાનમંત્રી મોદીએ ફરી એક વખત તેમની સરકાર ચૂંટણીને આવશે તેવી આશા વ્યકત્ કરી હતી.

 
First published: May 18, 2019
વધુ વાંચો अगली ख़बर