આખી દુનિયામાં છવાયો 'મોદી મેજીક', બન્યા વિશ્વનાં ત્રીજા નંબરનાં ચર્ચિત નેતા

Network18
Updated: January 12, 2018, 4:37 PM IST
આખી દુનિયામાં છવાયો 'મોદી મેજીક', બન્યા વિશ્વનાં ત્રીજા નંબરનાં ચર્ચિત નેતા
Network18
Updated: January 12, 2018, 4:37 PM IST
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જલવો દેશમાં જ નહીં વિદેશમાં પણ કાયમ છે. દુનિયામાં પ્રખ્યાત વૈશ્વિક નેતાઓ પર કરવામાં આવેલાં એક રિસર્ચમાં નરેન્દ્ર મોદી ત્રીજા નંબર પર છે. પ્રધાનમંત્રી મોદી ઉપર જર્મન ચાન્સેલર અને ફ્રાંસનાં રાષ્ટ્રપતિ પહેલાં નંબર પર છે. આ સર્વે ગેલપ ઇન્ટરનેશનલ એસોસિએશન (GIA) અને સી-વોટરે મળીને કર્યા છે.

આ જાણકારી તાજ્જુબ થશે. નેતાઓની આ લિસ્ટમાં જર્મન ચાંન્સેલર એંજેલા મર્કેલ ટોપ પર બની છે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રધાનમંત્રી મોદી પછીની રેન્કિંગ મળી છે. વૈશ્વિક રેકિંગમાં બે વર્ષ પહેલાં બરાક ઓબામાં નંબર વન પર હતો.

પ્રખ્યાત હસ્તિઓમાં પુતિન પણ
હાલમાં થયેલાં રિસર્ચમાં રશિયાનાં રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં પક્ષમાં લોકોની પસંદગી પહેલાં કરતાં વધુ મજબૂત થઇ રહીછે. જ્યારે અમેરિકન રાષ્ટ્રપતિ તેમનાં ગત સમકક્ષ નેતા બરાક ઓબામાની સરખામણીએ નીચે સરકી ગયા છે.

બે વર્ષ પહેલાં બરાક ઓબામાની પ્રસિદ્ધિ જબર્દસ્ત હતી. 65 દેશોમાં કરાયેલા એક સર્વેમાં 59 ટકા લોકોએ ઓબામા પ્રત્યે પોઝિટીવ નજરીયો રાખ્યો હતો. તો બીજી તરફ ટ્રમ્પ આ મામલે ઘણાં પાછળ છે. માત્ર 31 ટકા લોકોએ તેમનાં પક્ષમાં મત આપ્યો જ્યારે 58 લોકોએ તેમને નાપસંદ કર્યા

આ રીતે નંબર વન છે PM મોદી

વૈશ્વિક રેકિંગમાં સતત ઉંચાઇ હાંસેલ કરતાં પ્રધાનમંત્રી મોદી ત્રીજા સ્થાન પર પહોંચી ગયા છે. GIA ગ્લોબલ પોલમાં અત્યાર સુધી કોઇ ભારતીય પ્રધાનમંત્રીને પહેલી વખત આ સ્થાન મળ્યું છે. પુતિનની સાથે પણ આમ છે. ગત બે વર્ષમાં પુતિનનું નામ ઘણું આગળ વધી ગઇ છે. પહેલાં 33 ટકા લોકો તેમને પસંદ કરતાં હતાં જે વધીને હવે 43 ટકા સુધી પહોચી ગયા છે.
Loading...
આ સર્વેમાં પ્રધાનમંત્રી મોદી પાકિસ્તાનમાં સૌથી ઓછા પસંદ થયા છે. જ્યાં ગત બે વર્ષમાં મોદી વિરુદ્ધ લોકોની નારાજગી પહેલાં કરતાં વધી પણ છે.
First published: January 12, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर