કારગિલ વિજય દિવસ સમારોહ : કાર્યક્રમમાં ભાવુક થયા પીએમ મોદી

News18 Gujarati
Updated: July 27, 2019, 8:25 PM IST
કારગિલ વિજય દિવસ સમારોહ : કાર્યક્રમમાં ભાવુક થયા પીએમ મોદી
કારગિલ દિવસ સમારોહ : કાર્યક્રમમાં ભાવુક થયા પીએમ મોદી

કારગિલ વિજય દિવસના 20 વર્ષ પૂરા થવાના અવસર પર શનિવારે દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

  • Share this:
કારગિલ વિજય દિવસના 20 વર્ષ પૂરા થવાના અવસર પર શનિવારે દેશની રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ભારતીય સેના પ્રમુખ બિપિન રાવત સહિત ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારજનો પણ હાજર રહ્યા હતા. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના પરિવારોને પ્રધાનમંત્રીની પાસેની સીટ પર બેસાડ્યા હતા.

આ કાર્યક્રમમાં એક ક્ષણ એવી પણ આવી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક બની ગયા હતા અને પોતાના આંસુ રોકી શક્યા ન હતા. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા એક જવાનની અંતિમ ચિઠ્ઠીને વાંચતા એક ડાન્સ ગ્રૂપે પર્ફોમન્સ આપ્યું હતું. આ પર્ફોમન્સ પછી એક ક્ષણ આવી હતી કે જ્યારે પ્રધાનમંત્રી મોદીની આંખમાં આંસુ આવી ગયા હતા.

આ પણ વાંચો - 10 હજાર જવાનોની નિમણુક પર મહેબુબા બોલી - ડરેલા છે ઘાટીના લોકો

પર્ફોમન્સના અંતમાં શહીદે પોતાની પત્નીને પોતાના પુત્રને પણ ભારતીય સેનામાં મોકલવાનો વાયદો કર્યો હતો. તેને પત્નીને વાયદો પૂરો કરતા પોતાના પુત્રને દેશની સેવામાં સીમા પર મોકલવાથી જરા પણ સંકોચ કર્યો ન હતો. પર્ફોમન્સ પછી શહીદના પત્ની અને ભારતીય સેનામાં રહેલો તેમનો પુત્ર મંચ ઉપર આવ્યા તો તેમને જોઈને પીએમ ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખમાં આસું આવી ગયા હતા.
First published: July 27, 2019, 8:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading