Home /News /india /Video : સુષમા સ્વરાજનાં અંતિમ દર્શન કરીને ભાવુક થયા PM મોદી

Video : સુષમા સ્વરાજનાં અંતિમ દર્શન કરીને ભાવુક થયા PM મોદી

સુષમા સ્વરાજનાં અંતિમ દર્શન કરતા પીએમ મોદી

આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં સહયોગી સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ જોઇને ઘણાં જ ભાવુક થઇ ગયા હતાં.

ન્યૂઝ18 ગુજરાતી: પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજે ગઇકાલે રાતે છેલ્લો શ્વાસ લીધો હતો. જે બાદ આજે તેમનાં પાર્થિવ દેહનાં અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાનાં સહયોગી સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ જોઇને ઘણાં જ ભાવુક થઇ ગયા હતાં. સુષમાનાં દિલ્હી સ્થિત આવાસ પર સુષમા સ્વરાજનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે. તેની સામે વડાપ્રધાન હાથ જોડીને ઉભા હતાં તેમની આંખો ભીની થઇ ગઇ હતી.

આ પણ વાંચો : સુષમાની રાજકીય કારકિર્દીમાં ટર્નિંગ પોઇન્ટ સાબિત થયા આ નિર્ણયો

વડાપ્રધાન મોદી સવારે સાડા નવ વાગ્યે સુષમા સ્વરાજના ઘરે પહોંચ્યા હતા શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ મોદીએ સુષમાને પરિવારના સભ્યો સાથે વાતચીત કરીને તેમને સાંત્વના પાઠવી હતી. વડાપ્રધાન મોદીએ સુષમાની દીકરી બાંસુરી સ્વરાજનાં માથા પર હાથ મુકીને તેને હિંમત આપી હતી.



આ પણ વાંચો : વડોદરાના પરિવારની દીકરીનું ઇસ્તાનબુલમાં મોત થતા સુષ્મા સ્વરાજે મદદ કરી હતી

આ ઉપરાંત પીએમે તેમના પતિ સ્વરાજ કૌશલને પણ સાંત્વના આપી હતી. પીએમ ઉપરાંત સુષમા સ્વરાજનાં અંતિમ દર્શન માટે લાલકૃષ્ણ અડવાણી, હેમા માલિની, વૈંકયા નાયડુ, રામનાથ કોવિંદ, રામદેવ બાબા પણ આવ્યાં હતાં.
First published:

Tags: પીએમ નરેન્દ્ર મોદી, સુષ્મા સ્વરાજ

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો