PM મોદી Instagram પર ફૉલોઅર્સના મામલે દુનિયાના નંબર વન નેતા બન્યા

News18 Gujarati
Updated: October 13, 2019, 7:33 PM IST
PM મોદી Instagram પર ફૉલોઅર્સના મામલે દુનિયાના નંબર વન નેતા બન્યા
PM મોદી Instagram પર ફૉલોઅર્સના મામલે દુનિયાના નંબર વન નેતા બન્યા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇંસ્ટાગ્રામ પર 30 મિલિયન ફૉલોઅર્સ (3 કરોડ) થઈ ગયા

  • Share this:
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ના ઇંસ્ટાગ્રામ (Instagram)પર 30 મિલિયન ફૉલોઅર્સ (3 કરોડ) થઈ ગયા છે. આ સાથે જ પીએમ મોદી દુનિયાના એવા પહેલા નેતા બન્યા છે જેને આટલી મોટી સંખ્યામાં લોકો ફૉલો કરે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ના 14.9 મિલિયન ફૉલોઅર્સ છે. જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા (Barack Obama)ના 24.6 મિલિયન ફૉલોઅર્સ છે.

અભિનેતાની વાત કરવામાં આવે તો મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)ને 13.7 મિલિયન લોકો ફૉલો કરે છે. જ્યારે શારરુખ ખાનને 18.5 મિલિયન લોકો ફૉલો કરે છે. સલમાન ખાનને (Salman Khan) 26.8 મિલિયન લોકો ફૉલો કરે છે. જ્યારે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકર(Sachin Tendulkar)ને ઇંસ્ટાગ્રામ પર 17.7 મિલિયન લોકો ફૉલો કરે છે.

આ પણ વાંચો - PM મોદીએ વિપક્ષને આપ્યો પડકાર, કહ્યું - કૉંગ્રેસ આર્ટિકલ 370 પાછી લાવવાનો વાયદો કરે

ટ્વિટરની વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર (Twitter) પર ફૉલોઅર્સના મામલે અમિતાભ બચ્ચનને પાછળ રાખી દીધા છે. પીએમ મોદીને ટ્વિટર પર 50.7 મિલિયન લોકો ફોલો કરે છે. જ્યારે અમિતાભ બચ્ચનને 38.8 મિલિયન લોકો ફોલો કરે છે. તમને જણાવી દઈએ કે હાલમાં એક રિપોર્ટ સામે આવ્યો હતો કે જ્યારે 2014માં નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા હતા ત્યારે તેમના 5 મિલિયન ફૉલોઅર્સ હતા.

ઇંસ્ટાગ્રામ પર કોઈને ફૉલો નથી કરતા પીએમ
પીએમ મોદી ઇંસ્ટાગ્રામ પર અત્યાર સુધીમાં 350 પોસ્ટ કરી ચૂક્યા છે. તે અહીં કોઈને ફૉલો કરતા નથી. ટ્વિટરની વાત કરવામાં આવે તો તે 2302 લોકોને ફૉલો કરે છે. પીએમ મોદીએ ટ્વિટર પર અત્યાર સુધી કોઇપણ ટ્વિટ લાઇક કરી નથી.
Loading...

તમને જણાવી દઈએ કે પીએમ મોદી 2009થી ટ્વિટર પર સક્રિય છે.
First published: October 13, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...