રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક : BJPના વિઝન 2022માં નથી રામ મંદિરનો ઉલ્લેખ

ગૃહમંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના વિઝન 2022ની પ્રશંસા કરતા પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવમાં ન્યૂ ઇન્ડિયાની વાત કરી હતી. જે ગરીબોથી મુક્ત હશે અને જ્યાં કોઇપણ ઘર વગરનો હશે નહીં.

News18 Gujarati
Updated: September 9, 2018, 4:13 PM IST
રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક : BJPના વિઝન 2022માં નથી રામ મંદિરનો ઉલ્લેખ
BJPના વિઝન 2022માં નથી રામ મંદિરનો ઉલ્લેખ
News18 Gujarati
Updated: September 9, 2018, 4:13 PM IST
બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બે દિવસીય બેઠકનો આજે રવિવારે બીજો અને અંતિમ દિવસ છે. આ પ્રસંગે ગૃહમંત્રી રાજનાથ સિંહે રાજનીતિક પ્રસ્તાવ રાખ્યો હતો. જેને કાર્યસમિતિએ પાસ કરી દીધો હતો. મળેલી માહિતી પ્રમાણે ગૃહમંત્રી રાજનાથ સિંહે પીએમ મોદીના વિઝન 2022ની પ્રશંસા કરતા પ્રસ્તાવ રજુ કર્યો હતો. આ પ્રસ્તાવમાં ન્યૂ ઇન્ડિયાની વાત કરી હતી. જે ગરીબોથી મુક્ત હશે અને જ્યાં કોઇપણ ઘર વગરનો હશે નહીં.

રાષ્ટ્રીય કારકારિણીની બેઠકમાં સામેલ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાણકારી આપતા કહ્યું હતું કે આ પ્રસ્તાવમાં વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ન્યૂ ઇન્ડિયાનું સપનું પુરુ થઈને જ રહેશે. જ્યારે વિઝન 2022માં રામ મંદિરનો ઉલ્લેખને લઈને જાવડેકરને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે પ્રસ્તાવમાં તેનો ઉલ્લેખ નથી.

જાવડેકરે આ સાથે કહ્યું હતું કે વિપક્ષ પાસે એજન્ડા નથી. ના નીતિ છે ના રણનીતિ. તે ફક્ત મોદી રોકો અભિયાનમાં વિશ્વાસ રાખે છે. દેશના લોકો તેમને સારી રીતે ઓળખી ગયા છે. 2019ની ચુંટણી અમે વખત કરતા પણ વધારે બહુમતથી જીતીશું.
પીએમ મોદી સમાપન સત્રને સંબોધિત કરતા નેતાઓ અને કાર્યકર્તાઓને 2019માં આવનારી ચુંટણી માટે જીતનો મંત્ર આપી શકે છે. આ સિવાય રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગાણામાં પણ વિધાનસભાની ચૂંટણી જલ્દી થવાની છે. આવા સમયે પ્રધાનમંત્રીનું સમાપન ભાષણ મહત્વપૂર્ણ બની રહેશે. પાર્ટી સાથે જોડાયેલા સુત્રોના મતે પીએમ મોદી પોતાના સંબોધનમાં એસસી-એસટી એક્ટમાં સંશોધન પછી સવર્ણોની નારાજગી અને વિપક્ષ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોના જવાબો આપી શકે છે.
First published: September 9, 2018
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...